વડોદરા,તા. ૦૩

સુશેન – તરસાલી રોડ પર પુરપાટ ઝડપે જઇ રહેલા બાઇક સવાર ત્રિપુટીએ નિવૃત આર્મી જવાનને અડફેટે લેતા માથુ ફાટી જતા મોત થવા પામ્યું હતું. જાે કે આર્મી જવાનનો પુત્ર જર્મનીથી આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં અને કર્ણાટકના બેલગામથી આવેલી બટાલિયને સલામી આપી નિવૃત આર્મી જવાનને અંતિમ વિદાય આપી હતી.સુશેન-તરસાલી રિંગ રોડ ઉપર આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા મહેશ ગંગારામ ચાલકે એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતુ કે મારા પત્નીનો મને ફોન આવ્યો હતો કે મોટાભાઇનુ અકસ્માત થયુ છે અને તેમને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા છે જેથી હું હોસ્પિટલ પહોંચુ તે પહેલા જ તેને મૃત જાહેર કવામાં આવ્યો હતો. જાેે કે મારો ભાઇ રાજેશ ચાલકે આર્મીમાં કેપ્ટન થઇને ફેબ્રુઆરી-૨૦૨૨માં જ નિવૃત થયા બાદ એસઆરપી ગ્રુપ-૯ના મિલન માર્કેટમાં શાકભાજીની દુકાન શરૂ કરી હતી. સાંજના સમયે તે પોતાની દુકાનથી ફ્રેશ થવા માટે ઘરે આવી રહ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થતા બાઇક સવાર ત્રિપુટીએ તેમણે અડફેટે લીધા હતા જયાં મારો મોટાભાઇ રાજેશ ચાલકેનું માથુ ફાટી જતા તેઓનું મૃત્યુ થવા પામ્યુ હતું. જેમા પોલીસે બાઇક ચાલક નિતેશ વર્મા અને પાછળ બેસનાર અક્ષય વર્મા અને અમિત વર્મા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાે કે રાજેશ ચાલકેનો પુત્ર દિક્ષાત જર્મનીથી વડોદરા આવતા જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને આ અંતિમ સંસ્કારમાં કર્ણાટકના બેલગામથી આવેલી બટાલિયને સલામી આપી મારા મોટાભાઇ રાજેશ ચાલકેને અંતિમ વિદાય આપી હતી.