મુંબઇ 

બીગ સ્ક્રીનનો મોટો પડદો હોય કે ઘરમાં રહેલા ટીવીનો નાનો પડદો, આ તમામ ઉપર માત્ર 6 ઈંચની મોબાઈલ સ્કીન ભારે પડી રહી છે. દેશમાં ઓન ડીમાન્ડ વિડીયો સ્ટ્રીમિંગ એપ્નો ક્રેઝ વધી રહ્યો છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો આને ઓટીટી પ્લેટફોર્મ કહેવામાં આવે છે. આ પ્લેટફોર્મ હવે લોકોના આકર્ષણનું કેન્દ્ર જ નથી રહ્યું હવે તે દર્શકોમાં હોટ ફેવરીટ બની ગયું છે.

કોરોનાકાળમાં જ્યારે થિયેટરો બંધ હતાં ત્યારે મોબાઈલની નાનકડી સ્ક્રીનમાં ઉભરી રહેલા પ્લેટફોર્મ પર અનેક મોટા બજેટની ફિલ્મો રીલીઝ થઈ છે અને જે ખૂબ સફળ રહી છે. એક સર્વે અનુસાર ઓટીટી પ્લેટફોર્મનો ઉપયોગ પુરુષોની સરખામણીએ મહિલાઓ વધું કરે છે. જેમાં 67 ટકા મહિલાઓ ઓટીટી પ્લેટફોર્મ પસંદ કરી રહી છે જ્યારે 62 ટકા પુરુષો આ પ્લેટફોર્મ ઉપર આકર્ષક ક્ધટેન્ટ જોવાનું પસંદ કરે છે.

ઓટીટી પ્લેટફોર્મ ઉપર લોકડાઉન દરમિયાન સબસક્રીશનમાં 31 ટકાનો ઉછાળો નોંધાયો છે. તેના કારણે જ 36સો કરોડનાં આ માર્કેટને વર્ષ 2023માં સુધીમાં આ સપાટી પાર કરે એવો અંદાજ કરવામાં આવે છે. હાલમાં ઓટીટી પ્લેટફોર્મનું માર્કેટ બે મોડેલ ઉપર આગળ વધી રહ્યું છે. એક પેડ સબ્સક્રીપશન છે અને બીજું એડવટર્ઈિઝ જોનાર અને બીજું બધું જ ફ્રીમાં જોનાર. જોકે ઓટીટી પ્લેટફોમમાં એક્સક્લુઝિવ કન્ટેન્ટની માગ સૌથી વધું જોવા મળે છે. એક સર્વે અનુસાર ભારતીય સરેરાશ 40 મિનિટ ઓટીટી પ્લેટફોર્મ ઉપર વિતાવી રહ્યાં છે. અને તેનું મુખ્ય કારણ છે કે હાલમાં આ પ્લેટફોર્મ ઉપર એકથી એક ચડે તેવું ક્ધટેટ આપવામાં આવી રહ્યું છે. હાલમાં ઓટીટી કંપ્નીઓની નજર એવા 9 કરોડ યુઝર્સ ઉપર છે જે પેઈડ સબસ્ક્રાઇબ નથી અને ફ્રીમાં જ આવી વેબસીરીઝ અને ફિલ્મોની મજા માણી રહ્યાં છે.

દેશમાં જાન્યુઆરી મહિનામાં 2.14 કરોડ પેઈડ સબ્સક્રાઈબર્સ હતાં. ફેબ્રુઆરીમાં 2.20 કરોડ, માચામાં 2.22 કરોડ, એપ્રિલમાં 2.72 કરોડ, મેં મહિનામાં 2.77 કરોડ, જૂનામાં 2.80 કરોડ અને જુલાઈમાં 2.90 કરોડ સબ્સક્રાઈબર્સ નોંધાયા હતાં. જે હવે 3 કરોડને પાર થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. દેશમાં ઓટીટી પ્લેટફોર્મ બે મેથડથી આગળ વધી રહ્યું છે અને પોતાની આવક વધારી રહ્યું છે. એક જે પેઈડ સબ્સક્રાઈબર્સ છે તેના આધારે અને બીજો રસ્તો એડવટર્ઈિઝમેન્ટનો છે. જેમાં ક્ધટેન્ટ જોવાના પૈસા નથી ચૂકવવા પડતા પરંતુ એડવટર્ઈિઝ જોવી પડે છે. જ્યારે પેઈડ યુઝર્સને એડ. જોવાની રહેતી નથી અને તે ક્ધટીન્યુ ક્ધટેન્ટ જોઈ શકે છે. આ પ્લેટફોર્મ લોકોને વધું પસંદ પડવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે યુઝર્સ પોતાની રીતે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વિના પોતાને ગમતું ક્ધટેન તેના સમયે જોઈ શકે છે.