કંગના રનૌતના જન્મદિવસ પર આવનારી ફિલ્મ ‘તેજસ’નો પહેલો લુક જાહેર

મુંબઈ

કંગના રનૌત આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. ત્યારે કંગનાની આવનારી ફિલ્મ ‘તેજસ’નો પહેલો લુક જાહેર કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ‘થલાયવી’નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. રોની સ્ક્રૂવાલાએ ‘તેજસ’માં કંગનાનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. કંગનાને જન્મદિવસના એક દિવસ પહેલા જ ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે.

આરએસવીપી મૂવીઝે તેજસ ફિલ્મ અંગે પોસ્ટ કરતા લખ્યું, ‘પ્રિય તેજસ, તમારી પાંખો ફેલાવો અને ખૂબ ઊંચી ઉડાન ભરો, આજે અને હંમેશા. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ કંગના રનૌત.’ આ લુકમાં કંગના રનૌત એરફોર્સની વર્દીમાં હસતી જાેવા મળી રહી છે.

ગયા વર્ષે ફિલ્મ ‘ઉરીઃ દ સર્જિકલ સ્ટ્રાઈક’ સાથે ભારતીય સેનાનો જશ્ન મનાવ્યા બાદ અને પિપ્પા નામની અન્ય એક વૉર ફિલ્મની ઘોષણા કર્યા બાદ, આરએસવીપીએ હમણા જ ડિસેમ્બરમાં પોતાની એરફોર્સ ફિલ્મ ‘તેજસ’નું શુટિંગ શરૂ કર્યું છે. ઐતિહાસિક ઘટનાથી પ્રેરિત ફિલ્મ ‘તેજસ’માં કંગના રનૌત મુખ્ય રોલ ભજવી રહી છે. જે એક બહાદુર અને સાહસી પાયલટની કહાની છે. ભારતીય વાયુ સેના ૨૦૧૬માં મહિલાઓને લડાકૂ ભૂમિકાઓમાં શામેલ કરનાર દેશની પહેલી રક્ષા સેના હતી. આ ફિલ્મ એક ઐતિહાસિક ઘટનાથી પ્રેરિત છે.

ગર્વની ભાવના ઉત્પન્ન કરવા માટે બનાવવામાં આવતી અને સૌથી મહત્વપૂર્ણ રૂપે આપણા રાષ્ટ્રના યુવાઓને પ્રેરિત કરતા, આ મિશન બેઝડ ફિલ્મમાં કેટલાક મહત્વપૂર્ણ કૉમ્બેટ મિશન દર્શાવવામાં આવ્યા છે. જે આતંકવાદને દૂર કરીને દેશને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. ‘ઉરીઃ દ સર્જિકલ સ્ટ્રાઈક’ સર્વેશ મેવારા દ્વારા લખવામાં આવી છે. અને નિર્દેશિત કરવામાં આવી છે. જે દેશને મહત્વપૂર્ણ રૂપે પ્રેરિત કરવાનું લક્ષ્ય રાખે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution