પહેલી વખત જોવા મળ્યો શિલ્પા શેટ્ટીની દીકરીનો ચહેરો,જુઓ ફોટોઝ
20, નવેમ્બર 2020 297   |  

મુંબઇ 

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. શિલ્પા સોશિયલ મીડિયા પર અવારનવાર દીકરી સમિષાની તસવીરો શેર કરે છે. જો કે, શિલ્પાએ અત્યાર સુધી સોશિયલ મીડિયા પર સમિષાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. પરંતુ આજે શિલ્પા શેટ્ટી દીકરી સાથે મુંબઈમાં નીકળી હતી ત્યારે પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. પહેલીવાર શિલ્પા શેટ્ટીની દીકરીનો ચહેરો જોવા મળ્યો છે.


આજે શિલ્પા શેટ્ટી પોતાની ઓફિસ ખાતે પહોંચી હતી જ્યાં ફોટોગ્રાફર્સ તેની રાહ જોતા હતા. એ વખતે ફોટોગ્રાફર્સના કેમેરામાં સમીષાની પહેલી ઝલક કેદ થઈ હતી. આ સાથે જ શિલ્પા શેટ્ટીની દીકરીનો ચહેરો પણ જોવા મળ્યો હતો. શિલ્પા શેટ્ટી બ્લૂ શર્ટ અને ડેનિમ જિન્સ સાથે બ્લેક માસ્ક પહેરીને આવી હતી. જ્યારે તેની વહાલસોયી દીકરી સમિષાને પિંક ટોપ અને ગ્રે પેન્ટ પહેરાવ્યું હતું. સાથે તેના માથામાં ગુલાબી રંગની ક્યૂટ હેરબેન્ડ હતી. શિલ્પા શેટ્ટીની દીકરીના ગોલુમોલુ ગાલ ખેંચવાનું મન થઈ જાય તેવા હતા. શિલ્પાની નાનકડી પરી ખૂબ જ ક્યૂટ લાગે છે.  

શિલ્પા શેટ્ટીનો એક દીકરો વિઆન છે. 2020માં જ શિલ્પા 45 વર્ષની વયે ફરીથી સમિષાની મા બની છે. સમિષાનો જન્મ સરોગસી દ્વારા થયો છે. હાલમાં જ નેહા ધૂપિયાના શોમાં શિલ્પાએ 45ની ઉંમરે બીજીવાર મા બનવા અંગે વાત કરી હતી. શિલ્પાએ વિઆનના જન્મ પછીના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, એ વખતે ઘણીવાર તે ભાંગી પડતી હતી પરંતુ હવે સમિષાને ઉછેરવી સરળ લાગે છે. શિલ્પાએ એ વાત પણ સ્વીકારી છે કે જ્યારે તે 50 વર્ષની થશે ત્યારે તેની દીકરીની ઉંમર 5 વર્ષ હશે. શિલ્પાએ કહ્યું કે, લોકો શું વિચારે છે અને શું કહે છે તેની ખાસ ચિંતા નથી કરતી કારણકે તેઓ સલાહ આપવાનો હક નથી રાખતા. શિલ્પાના મતે એક મા તરીકે તે પોતાની ફરજ બરાબર નિભાવી રહી છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution