લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
1782
અમેરિકાના ઉપ રાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સંઘર્ષો પર ટ્રમ્પ વહીવટીતંત્રના કડક વલણને સ્પષ્ટ કર્યું છે. વેન્સે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે જાે ઈરાની નેતૃત્વએ સાચી દાનત સાથે વાતચીતમાં ભાગ ન લીધો, તો તેમણે સમજી લેવું જાેઈએ કે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રમત રમવી ભારે પડી શકે છે. વેન્સનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામ વચ્ચે ખાડી દેશોમાં હુમલા ચાલુ છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં એક મહત્વપૂર્ણ સંબોધન દરમિયાન વેન્સે કહ્યું કે કરારના આધારે અમેરિકા અને તેના સહયોગીઓ ઈરાન પર હુમલા રોકવા માટે સંમત થયા છે. ઈરાન વૈશ્વિક વ્યાપાર માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ખોલવા માટે સંમત થયું છે. ટ્રમ્પ ઈરાન મામલે પ્રગતિને લઈને ઝડપીથી પરિણામ ઈચ્છે છે. જાે ઈરાન ઈમાનદારીથી અમારી સાથે કામ કરવા તૈયાર છે, તો મને લાગે છે કે આપણે કોઈ સમજૂતી પર પહોંચી શકીએ છીએ. પરંતુ જાે તેઓ જૂઠું બોલશે, છેતરપિંડી કરશે અથવા અમે જે યુદ્ધવિરામ લાગુ કર્યો છે તેને રોકવાનો પ્રયાસ કરશે, તો તેમને તેના પરિણામો સારા નહીં લાગે.
લેબેનોન પર હુમલા બંધ કરો, નહીં તો તેલ અવીવ સુરક્ષિત નહીં રહે : ઈરાનની ઈઝરાયલને સીધી ધમકી
અમેરિકા અને ઈરાને ૧૪ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ વિશ્વભરે હાશકારો લીધો છે. જાેકે બીજીતરફ લેબેનોનમાં હુમલા બદલ ઈરાને ઈઝરાયલને ધમકી આપી છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, જાે ઈઝરાયલ થોડાં જ કલાકોમાં દક્ષિણ લેબેનોનમાં હુમલા બંધ નહીં કરે તો ઈરાની વાયુસેના અને મિસાઈલ યુનિટ્સ રાજધાની તેલ અવીવમાં બોંબમારો શરૂ કરશે. યુદ્ધવિરામ અંગે ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સત્તાવાર નિવેદન આપ્યું છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ થયું છે, પરંતુ તે લેબેનોન પર લાગુ થતું નથી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધના હુમલા બે સપ્તાહ સુધી અટકાવવાનો ર્નિણય લીધો છે, જેનું ઈઝરાયલ સમર્થન કરે છે. યુદ્ધવિરામમાં શરત મૂકાઈ છે કે, ઈરાન તાત્કાલીક હોર્મુઝ જળમાર્ગ ખોલે અને અમેરિકા, ઈઝરાયલ સહિત પરના હુમલા પણ અટકાવી દે.
ભારતીય નાગરિકો માટે તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત વચ્ચે ભારત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે. ઈરાનની રાજધાની તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને ઈરાનમાં વસતા તમામ ભારતીય નાગરિકોને ઝડપથી સ્વદેશ પાછા જતા રહેવા નવી એડવાઇઝરી જાહેર કરી છે. ભારત સરકારે ભારતીયોને સલાહ આપી છે કે, તમે શક્ય એટલું ઝડપથી ઈરાન છોડીને સુરક્ષિત રીતે બહાર નીકળી જાઓ. ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર આ એડવાઇઝરી પોસ્ટ કરી છે. તેમાં જણાવાયું છે કે, ભારતીયો તેમને સૂચવવામાં આવેલા વિકલ્પોનો ઉપયોગ કરીને જ ઈરાનની બહાર નીકળે. દૂતાવાસે કડક શબ્દોમાં તાકીદ કરી છે કે દૂતાવાસ સાથે પરામર્શ કે સંકલન કર્યા વગર કોઈપણ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ઓળંગવાનો પ્રયાસ ન કરવો. ભારતીય દૂતાવાસે મુશ્કેલીમાં મૂકાયેલા નાગરિકોની મદદ માટે ઈમરજન્સી ફોન નંબર +૯૮૯૧૨૮૧૦૯૧૧૫, +૯૮૯૧૨૮૧૦૯૧૦૯, +૯૮૯૧૨૮૧૦૯૧૦૨, +૯૮૯૯૩૨૧૭૯૩૫૯ તેમજ ઈ-મેઇલ આઇડી ર્ષ્ઠહજ.ંીરટ્ઠિહજ્રદ્બીટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પણ જાહેર કર્યા છે.
ઈરાન યુદ્ધમાં સીઝફાયર છતાં ટ્રમ્પની મુશ્કેલી વધી, ૮૫ સાંસદોએ રાજીનામું માગ્યું
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ માટે ઈરાન યુદ્ધ વિરામ રાહતને બદલે નવી આફત લઈને આવ્યું છે. ૨૮ ફેબ્રુઆરીએ જ્યારે ટ્રમ્પે ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા, ત્યારે તેમને લાગતું હતું કે વેનેઝુએલાની જેમ અહીં પણ જીત સરળ હશે. છ અઠવાડિયા ચાલેલા આ યુદ્ધમાં અમેરિકાની ઇકોનોમી અને ટ્રમ્પની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. આખરે બંને પક્ષો વાતચીત માટે તૈયાર તો થયા, પરંતુ હવે અમેરિકાની અંદર જ ટ્રમ્પ વિરુદ્ધ મોટો બળવો ફાટી નીકળ્યો છે. એક્સિઓસના રિપોર્ટ મુજબ, ૮૫થી વધુ ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પને પદ પરથી હટાવવાની માંગ કરી છે. અમેરિકામાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ‘ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે આ યુદ્ધ છેડ્યું હતું. ટ્રમ્પને પદ પરથી હટાવવા પાછળનું મુખ્ય કારણ તેમનું અસ્થિર વર્તન અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈસ્ટરના અવસરે લખેલી વાંધાજનક પોસ્ટ માનવામાં આવે છે. અમેરિકાના ઘણા નેતાઓનું કહેવું છે કે ઈરાન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની વારંવાર બદલાતી વ્યૂહરચના અને તેમની ભાષા તેમના માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઊભા કરે છે. આથી, હવે અમેરિકન કોંગ્રેસમાં બંધારણના ૨૫માં સુધારાની કલમ ૪ લાગુ કરવાની માંગ તેજ થઈ છે. આ કલમ હેઠળ જાે પ્રમુખ પોતાની ફરજાે નિભાવવામાં અસમર્થ હોય, તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે.