દિલ્હી-

પાકિસ્તાને ફરી એકવાર ભારતીય યાત્રાળુઓ માટે કરતારપુર કોરિડોર ખોલ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે કોરોનામાં સ્થિતિ સુધરી ત્યારબાદ જ કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે આ અંગે માહિતી આપતા એક જાહેરનામું બહાર પાડ્યું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારતીય યાત્રાળુઓને સવારથી સાંજ સુધી ગુરુદ્વારામાં જવા દેવાશે.

તે જ સમયે, ભારતનું કહેવું છે કે વરસાદને કારણે પાકિસ્તાનમાં પાણી ભરાવાની સ્થિતિ છે અને પુલથી લઇને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની સ્થિતિ ખરાબ છે. આવી સ્થિતિમાં ભારતીય યાત્રાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવવી જોઇએ  કોરિડોર દ્વારા યાત્રાળુઓની અવરજવર પર કોરોના વાયરસને કારણે પ્રતિબંધ મૂક્યો હતો.

પાકિસ્તાનના આ પગલા અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું, 'અમે ગૃહ અને આરોગ્ય મંત્રાલય સહિત તમામ સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છીએ. ભારતમાંથી કોરિડોર ફરીથી ખોલવાનો નિર્ણય કોવિડ પ્રોટોકોલ મુજબ લેવામાં આવશે અને તે મુજબ પ્રતિબંધો હળવા કરવામાં આવશે.