રાજકોટ-
વિરપુરના સંત શિરોમણી જલારામ બાપા ના ભક્તો માટે આજે આનંદના સમાચાર સામે આવ્યા છે. આજથી મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોમાં હર્ષ ની લાગણી ફેલાઈ ચુકી છે, પરંતુ મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યુ છે કે, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનનુ ચુસ્ત પાને પાલન કરવા સાથે, લોકોએ ફરજીયાત માસ્ક પહેરવુ પડશે અને સોશિયલ ડીસ્ટેન્સીગ સાથે જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા જલાબાપાની જન્મ જયંતી પછી કોરોનાની મહામારી વધતા, પ્રસાસન દ્વારા મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું, હવે પણ મંદિરમાં કોરોનાનું સંક્રમણ નાં ફેલાય તે અંગેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જલારામ મંદિર ખુલતાની સાથે જ ભાવિક ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમડી પડ્યા હતા.