25, જુલાઈ 2024
1386 |
અમદાવાદ શહેરના વટવા વિસ્તારની જલધારા સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ તેના જ ઘર માંથી કુલ, રૂ.૫.૯ લાખની ચોરી કરીને મુંબઈમાં રહેતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. પરિવારે શરૂઆતમાં દીકરીની શોધખોળ કરતા મળી આવી ન હતી, બાદમાં યુવતીની માતા દીકરીનો પાસપોર્ટ શોધવા માટે તિજાેરીમાં તપાસ કરી, ત્યારે માલુમ પડયું કે દીકરી રોકડા રૂપિયા ૫૦ હજાર તથા સોના ચાંદીના દાગીના એમ મળીને કુલે ૫.૯ લાખની મત્તાની ચોરી કરીને જતી રહી છે. આ મામલે યુવતીના ભાઈએ તેની બહેન વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને તેના પ્રેમી એજાજ અહમદ ખાન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વટવા ઇસનપુર રોડ પર આવેલી જલધારા સોસાયટીમા ૨૦ વર્ષીય ધ્રુવ મોદી તેના માતા-પિતા અને ભાઈ બહેન સાથે રહે છે. ધ્રુવ અને તેનો મોટો ભાઈ આશિષ તેના પિતાની ઘોડાસરમાં આવેલા જવેલર્સની દુકાનમાં કામ કરે છે. ગત ૧૫ જુલાઈના રાત્રીના દસેક વાગ્યે તેની મોટી બહેન (ઉ.વ,૨૪) ઘરેથી ભાગી ગઈ હતી. બીજા દિવસે સવારે પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. બાદમાં ૧૭ જુલાઈના સવારે અગિયારેક વાગ્યે ફરિયાદીની માતા તેનો પાસપોર્ટ શોધવા તિજાેરીમાં શોધખોળ કરતા હતા, ત્યારે ફરિયાદીનો પાસપોર્ટ તથા અન્ય ડોક્યુમેન્ટ મળી આવ્યા ન હતા. આ પરથી માતાને અંદાજાે આવી ગયો કે તેમની દીકરી જે મુંબઈના એજાજ અહમદ ખાન સાથે ફોન પર વાતો કરતી રહેતી હતી તેની સાથે જ ભાગી ગઈ છે. તિજાેરીમાં વધુ તપાસ કરતા યુવતીની માતાના દાગીના તથા રોકડા રૂપિયા ૫૦ હજાર એમ કુલ મળીને રૂ.૫.૯ લાખની મત્તા ચોરી કરીને યુવતી ભાગી ગઈ હોવાનો અંદાજાે આવી ગયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ આ મામલે નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને તેના પ્રેમી એજાજ અહમદ સિરાજુલ્લાહ ખાન વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.