દિલ્હી-
પાકિસ્તાને પોતાની જ જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ એટલે કે આઈએસઆઈના ચીફ રહી ચુકેલા નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ અસદ દુરર્નિીને ભારતના જાસૂસ ગણાવ્યા છે. આ વાત ખુદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કહી છે. દુરર્નિી ભારતની જાસૂસી સંસ્થા રો સાથે પણ સંપર્કમાં હોવાના આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ઇસ્લામાબાદ હાઈકોર્ટને પૂર્વ આઈએસઆઈ ચુફ દુરર્નિું નામ એક્ઝિટ ક્ધટ્રોલ લિસ્ટમાંથી હટાવવાનો આગ્રહ કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમની પાસે પુરાવા છે કે દુરર્નિી વર્ષ 2008થી ભારતીય ગુપ્તચર એજન્સીના સંપર્કમાં છે.
નોંધનીય છે કે, અસદ દુરર્નિી અને ભારતની જાસૂસી સંસ્થા રોના પૂર્વ ચીફ એએસ દુલ્લતે સાથે બમળીને ધ સ્યાઈ ક્રોનિકલ્સ : રો, એંડ ધ ઈલ્યોઝન ઓફ પીસ નામનું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને કારણે વર્ષ 2018માં પાકિસ્તાની સેનાએ દુરર્નિીને સમન્સ પાઠવીને તેમના પર સૈન્ય આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.
અસદ દુરર્નિીએ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે તેનું નામ નો ફ્લાઇ લિસ્ટ અને એક્ઝિટ ક્ધટ્રોલ લિસ્ટમાંથી હટાવવામાં આવે છે. તેઓ વિદેશ જવા માગે છે માટે સરાકરે પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. પાકિસ્તાને દુરર્નિીનું નામ વર્ષ 2019માં ઈસીએલમાં સામેલ કર્યું હતું. જોકે આ મામલે પૂર્વ પ્રમુખ દુરર્નિીએ કોઈપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. તેણે કહ્યું કે, કોર્ટમાં કેસ ચાલે માટે તે કોઈ ટિપ્પણી નહીં કરે. ફેબ્રુઆરી મહિનામાં આ મામલે સુનાવણી શરૂ થવાના અણસાર છે.
Loading ...