દિલ્લી,

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે ભારતીય અર્થતંત્રમાં 4.5%નો ઝડપી ઘટાડો થવાની આગાહી કરી છે. કોવિડ-19 રોગચાળાને કારણે આ ઐતિહાસિક ઘટાડાનું અનુમાન કરવામાં આવી રબ્યુ છે. જાકે, આઇએમએફને અપેક્ષા છે કે 2021માં અર્થતંત્ર ફરીથી પાટા પર આવશે. જેમાં વિકાસ દર 6% રહેવાનો અંદાજ છે. આઇએમએફએ 2020માં વૈશ્વિક વિકાસદર નકારાત્મક 4.9% બતાવ્યો છે. આ વર્ષે એપ્રિલમાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક 1.9% ઘટવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

ભારતીય મૂળના આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને જણાવ્યું કે, આ વર્ષે ભારતના અર્થતંત્રમાં4.5%ના ઘટાડાનો અંદાજ છે. આ ઐતિહાસિક ઘટાડાનું અનુમાન કોરોનાને પગલે થયેલા નુકસાનના કારણે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યુ કે, લોકડાઉન પછી દેશનો 75%થી વધુ ભાગ એક સાથે ફરી ખુલી 4.9 રહ્યો છે. પરંતુ આરોગ્યની અનિશ્ચિતતાને કારણે તેની અસર વધુ સમય માટે રહેશે.

આઇએમએફ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, કોવિડ-19 રોગચાળાએ વર્ષ 2020ના પહેલા છ મહિનામાં વધુ નકારાત્મક અસર કરી છે. અહેવાલમાં 2021માં વૈશ્વિક વિકાસ દર 5.4% થવાનો અંદાજ મુક્યો છે.2020માં પહેલી વખત બધા પ્રદેશોમાં નકારાત્મક વિકાસ દર થવાનો અંદાજ છે.

રિપોર્ટમાંકહ્યુ છે કે, લાંબા ગાળાના લોકડાઉન અને ઇકોનોમીમાં ધીમા સુધારાથી 4.5%નો ઘટાડો થવાનો અંદાજ છે. રેકોર્ડ અનુસાર, આ 1961 પછીનો ભારતનો આ સૌથી નીચો વિકાસ દર છે. જાકે,2021માં 6%ની વૃદ્ધિ સાથે ભારતની અર્થવ્યવસ્થા ટ્રેક પર પાછી આવશે તેવી સંભાવના છે. વર્ષ 2019માં ભારતનો વિકાસ દર 4.2% હતો.