મરાઠી અને હિન્દી ફિલ્મોના વરિષ્ઠ કલાકાર રવિ પટવર્ધને લીધા અંતિમ શ્વાસ
06, ડિસેમ્બર 2020 396   |  

મુંબઈ-

મરાઠી અને હિન્દી ફિલ્મોના વરિષ્ઠ કલાકાર રવિ પટવર્ધનનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હતું. રવિવારે સવારે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. રવિ પટવર્ધનને શનિવાર ) સાંજથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા પછી અભિનેતાની તબિયતમાં કોઈ સુધારો થયો ન થતા તેનું અવસાન થયું હતું. માર્ચની શરૂઆતમાં પણ અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો, જોકે તે પછી તે સાજા થયા હતા.

રવિ પટવર્ધન સિનેમા જગતના એક જાણીતા અભિનેતા હતા જેમણે મરાઠી ફિલ્મોમાં જ નહીં પરંતુ હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં પણ કામ કર્યું હતું. રવિ છેલ્લે મરાઠી સિરિયલમાં દાદાની ભૂમિકા નિભાવતો જોવા મળ્યો હતો. મજબૂત અભિનયના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવનાર રવિએ તેની કારકિર્દીમાં ૧૫૦ થી વધુ નાટકો અને ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં તેણે પોલીસ અધિકારી, ગામના સરપંચ, પિતા જેવી દરેક ભૂમિકા ભજવી હતી. મરાઠી ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution