અમદાવાદ-
કોરોના મહામારીમાં ગુજરાત સહિત સમગ્ર દેશના સુપ્રસિદ્ધ મંદિરો બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આતુરતાનો અંત આવ્યો છે. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લુ કરાશે. ભક્તો 1 જૂન મંગળવારથી શામળિયાના દર્શન કરી શકશે. કૉરોનાના વધતા સંક્રમણને લઇને છેલ્લા દોઢ મહિના કરતા વધારે સમયથી મંદિર બંધ હતું. પરંતુ હાલ રાજ્યમાં કૉરોનાનું સંક્રમણ ઘટતાં મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. મંદિર દર્શન કરવા આવતા ભક્તોએ ખાસ ધ્યાન રાખવું પડશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને મંદિરમાં પ્રવેશ મળશે. શામળાજી મંદિર સહિત અન્ય મંદિરોમાં ફક્ત પૂજારીને જ પ્રવેશ હતો અને પૂજા વિધિ થતી હતી. હોળી બાદ કોરોનાના કેસ વધતા સરકારે ધીરે ધીરે પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરી હતી. જેમાં અંતે તમામ મંદિરો સાથે જાહેર સ્થળોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Loading ...