વડોદરા,તા.૨

વડોદરા શહેરના સૌથી લાંબા ગેંડા સર્કલ થી મનીશા ચોકડી સુઘીના ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે. ત્યાપે ર્પોરેશને પાર્કિંગ, ગાર્ડનિંગ, કાર્પેટિંગ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે.આદામી સપ્ટેમ્બર મહિનાની આસપાસ આ બ્રિજ કાર્યરત કરવાનુ આયોજન હાથ ઘરાયુ છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા સૌથી મોટા શહેરમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી તરફના ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ બ્રિજની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકી નથી. જેથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પીક અવર્સ દરમિયાન ગેંડા સર્કલ પાસે ટ્રાફિકનું ભારણ ના કારણે લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાયી સમિતિ અધ્યક્ષે કહ્યુ હતુ કે, બ્રિજની મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બે સ્થળોએ બ્રિજ ઉપર ચડવા ઉતરવા માટે વ્યવસ્થા પણ કરાઈ છે.જ્યારે બ્રિજ નિચે તેમજ ઉપરના ભાગે ગાર્ડનિંગ તેમજ બ્રિજની નિચે જ્યા શક્ય છે ત્યા પાર્કિંગની કામગીરી હાથ ધરી છે. ચાર ભાગમાં ત્રણ કિલોમીટર સુધી કાર્પેટિંગ થઈ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાની આસપાસ કામગીરી પૂર્ણ થશે. દર પંદર દિવસે બ્રિજની કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કલાલી ફાટક ખિસકોલી સર્કલથી માંજલપુર દરબાર ચોકડી તરફ સંપાદન માટે ટીપી ૩૧ની ફાઈલ સરકારમાં પેન્ડિંગ છે. જેથી સંપાદનના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ થાય તે દિશામાં પ્રયાસ છે. હાલ રેલવે ઓવરબ્રિજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લોકોની સુવિધા માટે આ બ્રિજ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ઘરવામાં આવ્યો છે.