વલસાડ-

ઉમરગામ વિધાનસભાના ધારાસભ્ય અને રાજયકક્ષાનામંત્રી  રમણ પાટકર સહિત પૂર્વ તાલુકા પ્રમુખ મુકેશ પટેલ, ડહેલી જિલ્લા પંચાયતના સભ્ય ભરત જાદવ, સરોંડા તાલુકા પંચાયતના મહેશ આહિર સહિત ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી મુકેશ પટેલે ડહેલી ખાતે ખાનગી હોસ્પિટલમાં સ્વખર્ચે કોરોના વેક્સિનનો ડોઝ લઈ કોરોના વેક્સિન સુરક્ષિત હોવાનો અને અફવાઓથી દૂર રહેવાનો સંદેશો આપ્યો હતો.

ખાનગી હોસ્પિટલના જણાવ્યાં અનુસાર સરકારી હોસ્પિટલમાં ફી મા વેક્સિન મળવા છતાં પણ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર અને અન્ય અગ્રણીઓએ અહીં ખાનગી હોસ્પિટલમાં આવી 250 રૂપિયાના ખર્ચે સુરક્ષિત કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો. કોરોના વેક્સિનની આડ અસરની ખોટી અફવામાં રહેનારી પ્રજાને સ્પષ્ટ સંદેશ આપતા કોરોના મહામારી સંદર્ભે જાણકારી આપી હતી. રાજ્યપ્રધાન રમણ પાટકર સહિત અન્ય કેટલાક અગ્રણીઓ કે જેઓ 60 વર્ષની ઉંમરના હતા, તેમજ કેટલાક કોમોરબીડ હતાં. તેમ છતાં સરકારી દવાખાનામાં નિઃશુલ્ક કોરોના વેક્સિન લેવાને બદલે સ્વખર્ચે 250 રૂપિયામાં કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો.