અમદાવાદ વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્‌યુ. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપનો જંગ ખેલાઇ રહ્યો હતો. ત્યારે આ સૌથી રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક એર શો જાેવા મળ્યો હતો. ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ પહેલા અમદાવાદનું આસમાન સૂર્ય કિરણ પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્‌યુ હતું. વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્‌યુ હતું. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપનો જંગ ખેલાઇ રહ્યો હતું. ત્યારે આ સૌથી રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક એર શો જાેવા મળ્યો હતું. ૯ વિમાનોની એરોબેટિક ટીમના દિલધડક કરતબ જાેવા મળ્યા હતા. ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ પહેલા અમદાવાદનું આસમાન સૂર્ય કિરણ પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્‌યુ હતું. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મેચ શરૂ થતા પહેલા દિલધડક કરતબો કર્યા. ફાઇનલ મુકાબલા પહેલા, સૂર્ય કિરણ એરોબેટિક ટીમે તેના અનોખા કરતબો દર્શાવ્યા હતા. વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર દિલધડક કરતબો કર્યા હતું. ફાઇનલ મુકાબલા પહેલાના સૂર્ય કિરણ ટીમના એર શોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતુ.

મોદી સ્ટેડિયમની બહાર ખીચોખીચ ભીડ

અમદાવાદમાં ક્રિકેટનો મહાકુંભ જાેવા મળ્યો હતો. ક્રિકેટ ફીવર જાેવો હોય તો હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જાેવા જેવુ બન્યું હતું. મોદી સ્ટેડિયમ બહાર લાખો પ્રેક્ષકોનો જમાવડો જામ્યો હતો સ્ટેડિયમની બહાર પોલીસના વાહનો પણ ભીડમાં ફસાયા હતા. ત્યારે ભારતીય ટીમમાં જીતનો આશાવાદ જાેવા મળ્યો. બહાર એટલી બધી ભીડ હતી કે પોલીસના વાહનો પણ ભીડમાં ફસાયેલા જાેવા મળ્યા.

સ્ટેડિયમ બહાર મોદી માસ્કનો ફિવર ‘ભારત જીતશે’ના ચાહકોએ નારા લગાવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચને લઇ સમગ્ર વિશ્વના લોકોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતાં ત્યારે દેશ-વિદેશથી લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતાં. ભારતના અનેક રાજ્યો સાથે ઇન્ગલેન્ડ, દુબઇ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોથી લોકો આવી પહોંચ્યા હતાં.વિદેશમાં રહેતા જે ભારતના ચાહકો પણ સમર્થન કરી રહ્યા હતાં સ્ટેડિયમમાં લાખો ચાહકોએ ‘ભારત જીતશે’ના નારા લગાવ્યા હતાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર મોદીના માસ્ક સાથે જાેવા મળ્યા છે. લોકોનું કહેવુ છે કે નરેન્દ્ર મોદીના માસ્ક પહેરીને જીતનો આનંદ માણસે. તેમજ મોદી સ્ટેડિયમની બહાર લોકોમાં ભારે ઉત્સાહનો માહોલા જાેવા મળ્યો છે.

ઘણા સ્થળોએ મિત્ર વર્તુળે ભેગા થઇ હોલમાં પ્રોજેક્ટર સ્ક્રીન લગાવી મેચની મજા માણી

વિશ્વ કપ ફાઇનલ મુકાબલાને જીવંત ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી નિહાળવું દરેક ક્રિકેટ રસિકનું સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ મેચની ટિકિટ મેળવવામાં સફળ રહે તે શક્ય નથી. ટિકિટ મેળવવામાં નિરાશ થયેલા લોકો ઘરે ટેલિવિઝન પર મેચ નિહાળી હતી જાે કે મેચ નિહાળવાના અનુભવને યાદગાર બનાવવા ભવ્ય આયોજન કરાયું હતું લોકોએ ઘરમાં આખા પરિવારને એકત્ર કરી મેચ જાેવાનું પ્લાનિંગ કર્યું હતું તો ઘણા સ્થળોએ મિત્ર વર્તુળે ભેગા થઇ હોલમાં પ્રોજેક્ટર સ્ક્રીન લગાવી મેચની મજા માણી હતી

મોદી સ્ટેડિયમમાં ભુરા રંગે રંગાયુ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપનો મહામુકાબલો યોજાયો હતો બે દાયકા પછી ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચની ટકકર થઇ હતી આ મેચને લઇ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો અને મોટેરા સ્ટેડિયમ બહાર લાખો લોકોની કતારો જાેવા મળી હતી મોટાભાગના ક્રિકેટ રસિકો બ્લ્યુ કલરના કપડામાં જાેવા મળ્યા હતાં તમામ લોકોમાં ઉત્સાહ કંઈક અલગ જ જાેવા મળી રહ્યો હતો વર્લ્ડ કપમાં તમામ દર્શકોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ તમામ લોકો બ્લ્યુ કલરના કપડાઓમાં જાેવા મળ્યા હતા. તો ભારત મેચ જીતે તે માટે અનેક લોકોએ ભગવાનની પૂજા - અર્ચના કરી હતી. તેમજ ભારતીય ટીમની જીત માટે લોકોએ હવન કર્યા હતાં છે. તો કેટલાક લોકોએ ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે રંગોલી બનાવી છે. તેમજ ત્રિરંગા કલરના કપડાંમાં પણ જાેવામાં મળ્યા છે.

એક સાથે બે વિકેટ પડી જતા સ્ટેડિયમમાં સન્નાટો છવાઇ ગયો

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ભારતની ત્રણ વિકેટ પડી તાકિદે પડી ગઇ હતી સૌ પહેલા ગીલ આઉટ થયો હતો અને ત્યારબાદ રોહિત શર્મા આઉટ થયો હતો ત્યારબાદ રમવા માટે આવેલ ઐય્યર આઉટ થયો હતો તે આઉટ થતા જ સ્ટેડિયમમાં સન્નાટો છવાઇ ગયો હતો જાેકે વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાંતિથી રમત રમી હતી અને સારી ભાગીદારી કરતા ફરી સ્ટેડિયમમાં ભારત માતા કી જયના નારા ગુંજવા લાગ્યા હતાં

ભારતને ત્રીજાે ઝટકો શ્રેયસ અય્યરના રૂપમાં લાગ્યો હતો. તે ૧૧મી ઓવરના બીજા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. ઐયર કમિન્સના હાથે વિકેટકીપર જાેશ ઈંગ્લિશના હાથે કેચ આઉટ થયો હતો. તે ત્રણ બોલમાં ચાર રન જ બનાવી શક્યો હતો.

ભારતને બીજાે ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. તે ૧૦મી ઓવરની ચોથી ઓવરમાં આઉટ થયો હતો. તે ગ્લેન મેક્સવેલના બોલ પર ટ્રેવિસ હેડના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર ક્રિઝ પર આવ્યો હતો. ભારતે ૧૦ ઓવરમાં બે વિકેટે ૮૦ રન બનાવ્યા હતા વિરાટ કોહલીએ સાતમી ઓવરમાં મિચેલ સ્ટાર્કના સતત ત્રણ બોલ પર ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

શુભમન ગિલ વર્લ્ડ કપ ફાઇનલમાં નિષ્ફળ રહ્યો હતો. તે પાંચમી ઓવરમાં મિચેલ સ્ટાર્કની બોલિંગમાં આઉટ થયો હતો. લોંગ ઓન પર ઉભેલા એડમ ઝમ્પાએ તેનો કેચ લીધો. ગિલ સાત બોલમાં માત્ર ચાર રન બનાવી શક્યો હતો. ભારતને પહેલો ફટકો ૩૦ રનના સ્કોર પર લાગ્યો હતો.

કોહલી ૫૪ રન બનાવી આઉટ થયો

વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી જાે કે તે ૫૪ રને આઉટ થઇ ગયો હતો તેણે ૬૩ બોલમાં ૫૪ રન કર્યા હતાં.પેટ કમિન્સે વિરાટ કોહલીને બોલ્ટ આઉટ કર્યાે હતો વિરાટે ૭૨મી અડધી સદી કરી હતી તેના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજા રમતમાં આવ્યો હતોં વિરાટે સતત પાંચમી ઇનિગમાં ૫૦ કે તેનાથી વધુ રન બનાવ્યા હતાં તેણે ૨૦૧૯ વિશ્વકપમાં પણ આવું કર્યું હતું.આ પહેલા ૯૭ બોલ પછી બાઉન્ડ્રી મળી હતી. કે આર રાહુલે ૨૭મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યાે હતો.