આત્મહત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડર જયેશ પારેખે કોંગ્રેસના લક્ષ્મણ ભરવાડ, ભાજપના રમેશભાઈ પ્રજાપતિ અને દર્શનમ ગ્રુપના સુનિલ અગ્રવાલ ઉપરાંત પોતાના ભાગાદીર વ્યોમેશ ચીમનભાઈ પટેલ, કૌશિક ચીમનભાઈ પટેલ, પિયુષ વિનયચંદ્ર શાહ અને ગીરીશ ભીખાભાઈ પટેલના નામનો ઉલ્લેખ કરી તેઓએ પણ ભાગીદારીમાં રોકેલા રૂપિયા નહીં આપ્યાનું જણાવ્યું છે.

રમેશ પ્રજાપતિ પૂર્વ મેયર દલસુખ પ્રજાપતિના ભાઈ

બિલ્ડર જયેશ પારેખે આપધાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠીમાં લખેલ નામ રમેશભાઈ ચતુરભાઈ પ્રજાપતિ એ શહેરના માજી મેયર અને માજી ધારાસભ્ય દલસુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિના ભાઈનું નામ છે. દલસુખભાઈ પ્રજાપતિ પણ જમીનોના આવા અનેક વિવાદો માટે જાણીતા છે. પરંતુ અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ માટે ભાજપના શાસનમાં આવા ગોરખધંધા કરવું મુશ્કેલ હતું. જેથી પહેલા પુત્ર વિષ્ણુ પ્રજાપતિને ભાજપમાં મોકલ્યા બાદ પાછળથી તોએ આખા પરિવારને ભાજપમાં લઈ આવ્યા હતા. ભાજપના ઓથા હેઠળ તેઓ આવા ધંધા બેરોકટોક કરતા હોવાનું પણ કહેવાય છે. ઉલ્લેખનીય છેકે લક્ષ્મણ ભરવાડ સહિત અનેક જમીનના વેપારીઓ અને ભાગીદારો મૂળ કોંગ્રેસી છે.