ભારતમાં આવી પડેલા સંકટમાં માટે પાડોશી દેશે ચિંતા વ્યક્ત કરતા દુઆઓ કરી

દિલ્હી-

દેશમાં કોરોના સંકટની વચ્ચે પાકિસ્તાનમાં ભારતના સમર્થનમાં હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો હતો. ભારતમાં ઓક્સિજનની મુશ્કેલી અને કોરોનાની બગડતી સ્થિતિ પર પાકિસ્તાનમાં લોકોએ પોતાના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને સંકટના સમયમાં મદદ કરવાનો આગ્રહ કર્યો. સોશિયલ મીડિયા પર ઈંઇન્ડિયનલાઇવ્ઝમેટર, ઈંપાકિસ્તાનસ્ટેન્ડવિધઇન્ડિયા, ઈંઇન્ડિયાનીડઓક્સિજન, ઈંપાકિસ્તાનવિધઇન્ડિયા ટ્રેન્ડ કરવા લાગ્યું. આ બધાની વચ્ચે પાકિસ્તાનના સમાજસેવક અબ્દુલ સત્તાર ઇદીના દીકરા ફૈસલ ઇદીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે ભારતમાં વધતા કોરોના વાયરસના કેસ પર ચિંતા વ્યક્ત કરી છે અને મદદની રજૂઆત કરી.

ફૈસલે પોતાના પત્રમાં લખ્યું કે અમે ઇદી ફાઉન્ડેશન ભારતના લોકો પર પડી રહેલા કોરોના સંકટની અસરને જાેઇ રહ્યા છીએ. અમને એ જાણીને દુઃખ થયું છે કે મહામારીની તમારા દેશ પર એટલી મોટી અસર છે જ્યાં મોટી સંખ્યામાં લોકોક ઝઝૂમી રહ્યા છે. તેમણે સંવેદના વ્યકત કરતાં પોતાની સેવાની સાથો સાથ ૫૦ એમ્બ્યુલન્સની રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે તેમની ટીમમાં મેડિકલ ટેકનીશન્સ, ઓફિસ સ્ટાફ, ડ્રાઇવર્સ અને સપોર્ટ સ્ટાફ સામેલ છે અને આ તમામ જરૂરિયાતોને ફાઉન્ડેશન જ પૂરી કરશે, તેનો બોજ ભારત પર આવશે નહીં. તેના માટે તેમણે ભારત આવવાની મંજૂરી અને સ્થાનિક-પોલીસ પ્રશાસનનો સહયોગ માંગ્યો છે. તેમણે કહ્યું કે ગંભીર વિસ્તારોમાં મદદ માટે ટીમ મોકલવા તેઓ ઇચ્છુક છે. ફૈસલ ખુદ ટીમને લીડ કરતાં ભારત આવવા માંગે છે અને મંજૂરી મળતા જ રવાના થવાની તૈયારી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ સેવાના બદલે તેઓ ભારત પર કોઇપણ પ્રકારનો કોઇ બોજ પડવા દેશે નહીં. દેશમાં કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી સતત ભયાનક સ્વરૂપ ધારણ કરતી રહી છે. છેલ્લાં ૨૪ કલાકમાં એક દિવસમાં રેકોર્ડ ૩.૪૬ લાખથી વધુ નવા કેસ આવ્યા. શુક્રવારના રોજ સંક્રમણના કુલ કેસ વધીને ૧,૬૨,૬૩,૬૯૫ થઇ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના શુક્રવાર સુધીના આંકડાના મતે ૨૪ લાખથી વધુ લોકો હજુ પણ સંક્રમણની ઝપટમાં છે. દેશમાં વધુ ૨૨૬૩ લોકોના મોત થયા બાદ મૃતકોની સંખ્યા ૧,૮૬,૯૨૦ પર પહોંચી ગઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution