દેશની એકમાત્ર જગ્યા જ્યાં બદામ ટામેટાથી પણ સસ્તી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2024  |   નવીદિલ્હી   |   5940


ડોક્ટર તે પણ માને છે કે બદામ ખાવાથી ન માત્ર યાદશક્તિ મજબૂત બને છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બદામનું સેવન સારૂ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હજાર રૂપિયાની કિલો મળનાર બદામ એક જગ્યાએ સસ્તી પણ મળે છે. દેશની એકમાત્ર જગ્યા જ્યાં બદામ ટામેટાથી પણ સસ્તી મળે છે. આજની ભાગદોડ ભરેલા જીવનમાં લોકો ખાનપાન પર ખુબ ઓછું ધ્યાન આપે છે. તેથી લોકો આંખની રોશની અને યાદશક્તિ ઘટી જવાની સમસ્યાનો સામનો કરે છે. એટલે જ હેલ્થ એક્સપર્ટ બદામ ખવાની સલાહ આપે છે. તેમાં રહેલા તત્વ મગજ અને આંખોની નસોને મજબૂત બનાવવાનું કામ કરે છે. ભારતમાં બદામની કિંમત સામાન્ય રીતે ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા કિલો છે, જેને બધા લોકો ખરીદી શકતા નથી. તેવામાં લોકો ઈચ્છા હોવા છતાં સૂકા મેવાનું સેવન કરી શકતા નથી. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યાં છીએ જે જાણી તમે ખુશ થઈ જશો.તમે જાણીને ચોંકી જશો કે ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં પર તમે ટામેટાથી ઓછી કિંમતમાં બદામ ખરીદી શકો છો. દેશમાં ટામેટાના ભાવ ૮૦-૧૦૦ રૂપિયા કિલો પહોંચી ગયા છે. તેવામાં સસ્તી બદામ ખરેખર ચોંકાવનારૂ લાગે છે.

હકીકતમાં દેશમાં સૌથી સસ્તા ડ્રાઈ ફ્રૂટ્‌સ ઝારખંડ રાજ્યમાં મળે છે. ત્યાંના જામતાડા જિલ્લામાં બદામના ઝાડ મોટી માત્રામાં છે, જેમાં દર વર્ષે હજારો ટન બદામ ઉગે છે. માંગની તુલનામાં સપ્લાય ઓછી હોવાને કારણે સસ્તા ભાવમાં મળી જાય છે.હકીકતમાં જામતાડામાં જ્યાં બદામનું ઉત્પાદન થાય છે ત્યાં આસપાસ વધુ પ્રોસેસિંગ પ્લાન્ટ નથી, જ્યાં તે બદામને સૂકવી સુરક્ષિત રાખી શકે. તેવામાં તેણે તત્કાલ બદામ વેચવી મજબૂરી હોય છે.કહેવામાં આવે છે કે જામતાડામાં બદામ તે રીતે વેચાઈ છે, જેમ અન્ય શહેરોમાં રસ્તા પર શાકભાજી વેચવામાં આવે છે. જ્યાં અનેક જગ્યાએ રસ્તા પર બેસી લોકો બદામ અને કાજુ વેચે છે. જેની કિંમત ૪૫-૫૦ રૂપિયા આસપાસ હોય છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution