દિલ્હી-

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલાં તણાવ વચ્ચે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ બુધવારે પંજાબમાં સ્થિત ફિલ્ડ ફાયરિંગ રેન્જની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ ચીનની ત્રીજી પેઢીની મેન બેટલ ટેન્ક vt-4ના પ્રદર્શનની સમીક્ષા કરી હતી. જનરલ બાજવાએ કહ્યું કે, પાકિસ્તાની સેના પ્રત્યેક પડકારો અને ક્ષેત્રીય ખતરાને નિપટવા માટે તૈયાર છે. ભારતનું નામ લીધા વગર તેઓએ કહ્યું કે, દેશની સુરક્ષા અને સંપ્રભુતા પર જાે આંચ આવી તો અમે તેનો કરારો જવાબ આપીશું.

પાકિસ્તાની સેના પ્રમુખે દાવો કર્યો કે, ચીની ટેન્ક ભવિષ્યમાં આક્રમક કાર્યવાહીમાં ખુબ જ મદદગાર સાબિત થશે. ચીની ટેન્ક દુનિયાની સૌથી આધુનિક ટેન્કમાંની એક છે. તેમાં હુમલો કરવાની સાથે સાથે સુરક્ષા અને બચાવનાં પણ હાઈટેક ઉપકરણ લાગેલાં છે. જનરલ બાજવાએ કહ્યુ કે, પાકિસ્તાની સેના પ્રત્યેક ઉભરતાં પડકારો અને ક્ષેત્રીય ખતરાને નિપટવા માટે તૈયાર છીએ.

ભારત અને ચીન વચ્ચે પુર્વ લદ્દાખમાં જંગ જેવી પરિસ્થિતિ વચ્ચે ડ્રેગનનો આયરન બ્રધર પાકિસ્તાન ટુ ફ્રન્ટ વોરની તૈયારી કરી રહ્યું છે. જનરલ જાવેદ બાજવાએ થોડા દિવસો પહેલાં પોતાના શીર્ષ જનરલો સાથે રાવલપિંડી સ્થિત સેના મુખ્યાલયમાં બેઠક કરી હતી. આ બેઠકમાં જનરલ બાજવાએ કહ્યું કે, પાકિસ્તાની સેના રણનીતિક અને ક્ષેત્રીય હાલાતને જાેતાં જંગની પોતાની તૈયારીનું સ્તર વધારી રહ્યું છે.