07, નવેમ્બર 2020
2376 |
દિલ્હી-
આંધ્રપ્રદેશના કાકીનાડા શહેરમાં પાલિકાએ રસ્તા પર કચરો ફેંકનારા લોકોને પાઠ ભણાવવા માટે એક અનોખો અભિગમ અપનાવ્યો છે. કચરો ભરેલી બેગ તેના ઘરે ભેટ રૂપે પાલિકા પરત મોકલી રહી છે. મ્યુનિસિપલ દ્વારા ડોર ટુ ડોર સુવિધા હોવા છતા તેમા કચરો ન નાખતા લોકો સામે આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના શહેરના મ્યુનિસિપલ કમિશનરે રસ્તા પર કચરો ફેંકનારા લોકોને પાઠ ભણાવવાની એક અનોખી પદ્ધતિ અપનાવી છે. ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની સુવિધા હોવા છતાં જે લોકો રોડ પર કચરો ફેલાવે છે તેવા લોકોને પાલિકા કચરાના ડમ્પરને હોમ રીટર્ન ગિફ્ટ તરીકે મોકલી રહી છે, જેથી તેમને ભૂલનો ખ્યાલ આવે.
કાકીનાદા એ પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવેલું એક શહેર છે, જે હૈદરાબાદથી 55 કિમી દૂર છે. શહેરના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ દિનાકર પુંડકરે માર્ગ પર બિનજવાબદાર રીતે ફેંકી દેવાતા અને આવી ગંદકી ફેલાવનારાના ઘરે તે જ કચરો પહોંચાડવા માટે આ રીત આપવાની છે.