દિલ્હી-

જમ્મુ-કાશ્મીરમાં સરકારે કલમ 370 દુર કર્યા પછી રાજ્યના પૂર્વ સીએમ ફારુખ અબ્દુલ્લા બોખલાઈ ગયા હોય તેમ લાગે છે. અન્ય નેતાઓની જેમ સરકારે કલમ 370 દુર કર્યા બાદ નજરકેદ પણ રાખ્યા હતા અને પાછળથી છોડયા હતા.ફારુખ અબ્દુલ્લાએ હવે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ છે કે, કાશ્મીરમાં લોકો પોતાની જાતને ભારતીય માનતા નથી.અહીંયા જાે કોઈ પોતાને ભારતીય કહેવડાવતો વ્યક્તિ મળી જાય તો મને આશ્ચર્ય થશે.

ફારુખ અબ્દુલ્લાએ એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, તમે કાશ્મીરમા જાવ અને કોઈની પણ સાથે વાત કરો તો તમને આ ખબર પડી જશે.તેઓ પોતાની જાતને ભારતીય પણ નહીં અને પાકિસ્તાની પણ નથી માનતા, સરકારે 370ની કલમ હટાવી તે કાશ્મીરીઓને ભારતથી દુર કરવા માટે કોફિનના આખરી ખીલા સમાન પગલુ હતુ.

તેમણે કહ્યું હતુ કે, કાશ્મીરીઓ ભાગલા સમયે પાકિસ્તાન જઈ શક્યા  હોત પણ તેમણે ગાંધીજીના ભારતને પસંદ કર્યુ હતુ નહીં કે મોદીના ભારતને, હવે કાશ્મીરના લોકોને સરકાર પર કોઈ ભરોસો રહ્યો નથી.કાશ્મીરીઓ સાથે વાત કરશો તો ખબર પડશે કે , તેઓ ચીન ભારતમાં આવી જાય તેવુ ઈચ્છી રહ્યા છે અને તે પણ ચીને મુસ્લિમો સાથે કેવુ વર્તન કર્યુ છે તે જાણતા હોવા છતા આવું કહી રહ્યા છે.

ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતુ કે, હું જે વાત કરી રહ્યો છું તે કોઈને સાંભળવી ગમે તેમ નથી.કાશ્મીરમાં દરેક ગલીમાં એક જવાન એકે 47 લઈને ઉભો છે તો ક્યા છે આઝાદી..સરકારે કલમ 370 પાછી લાગુ કરવાની જરુર છે.જે રાજ્યની શાંતિ માટે જરુરી છે.