વડોદરા, ભારતીય રેલવે ડિસેમ્બર ૨૦૧૩ સુધીમાં સંપૂર્ણ વીજળીકરણના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. આ જ હાંસલ કરવા માટે સીસીઆરએસ શૈલેષકુમારે પાઠકે ર૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ છેલ્લી કનેક્ટિંગ માઈલ એટલે કે સાવરકુંડલા પીપાવાવને નિરક્ષણ કર્યું, જે પાલનપુર-સુરેન્દ્રનગર-પીપાવાવ વિભાગને રપ કે.વી. ઈલેકટ્રીક ટ્રેકશનથી જાેડનાર રેલવે પ્રથમ પગલું ભરશે. રેલવે સેફટી સીસીઆરએસના ચીફ કમિશનર દ્વારા ફરજિયાત અને સઘન સલામતી નિરીક્ષણને પગલે ઊંચાઈવાળા ઓએચઈ માર્ગને ટ્રાફિક ભાડા માટે ખોલવામાં આવ્યા હતા અને નિરીક્ષણ દરમિયાન માનવ અને સિસ્ટમ સલામતી અંગેના તેમના મૂલ્યવાન તકનીકી સૂચનોનું પણ પાલન કરવામાં આવ્યંુ હતું.

તા.૩-૩-૨૧ના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ, ધોલાથી પીપાવાવ બંદર સુધીની પ્રથમ ઈલેકટ્રીક ગુડ્‌ઝ ટ્રેનને રવાના કરી. આ રીતે પાલનપુરથી પીપાવાવ બંદર સુધીના ડીએફસી માર્ગનો છેલ્લો માઈલ ઈલેકટ્રીક ટ્રેકશન પર પૂર્ણ થયો. વાય.પી.સિંહ સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈલેકટ્રીફિકેશનના જનરલ મેનેજરે નવા ઊંચાઈવાળા મુશ્કેલ પડકારો અને સમયસર અમલ તેમજ ગુણવત્તાયુક્ત કાર્ય માટે રેલવે ઈલેકટ્રિફિકેશન અમદાવાદ યુનિટ પૂર્ણ કર્યા હોવા છતાં આ ઐતિહાસિક સીમાચિહ્ન પર ખુશી વ્યક્ત કરી છે. આ ઉપરાંત પ્રયાગરાજમાં સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈલેકટ્રિફિકેશનના મુખય અધિકારી અરુણકુમારે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલ અથાગ પ્રયાસો અને પ્રશંસાત્મક કામગીરીની પ્રશંસા કરી છે. ગતિશીલ નેતૃત્વ હેઠળ રેલવે ઈલેકટ્રિફિકેશન અમદાવાદ યુનિટની ટીમે અને રેલવે ઈલેકટ્રિફિકેશન પ્રોેજેકટ અમદાવાદના મુખ્ય પ્રોજેકટ ડાયરેકટર શ્યામસુંદર મંગલના માર્ગદર્શન હેઠળ પ્રશંસનીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

અગાઉ ભારતીય રેલવેની હાલની માગને પહોંચી વળવા પ.૮ મીટરની ઊંચાઈએ પરંપરાગત ઓએચઈ માટે ઓએચઈની યોગ્ય રચના કરવામાં આવી હતી. જાે કે, ગુડ્‌ઝ ટ્રેનની વધતી જતી માગને લીધે એક જ લાઈન ક્ષમતા પર ડબલ સ્ટેક કન્ટેનર ડીએસસીનો વિકાસ થયો અને આમ સમાન માળખાગત સુવિધામાં વધારો થયો. હાઈરાઈઝ ઓએચઈ સાથે વિદ્યુતકરણ તકનીકી સમસ્યાઓમાં તેનો યોગ્ય હિસ્સો ધરાવે છે. કારણ કે હાલના ઈલેકટ્રીક લોકોમોટિવ્સ સાથેના ઓપરેશનલ મુદ્‌ાઓ અને પરંપરાગત ઓએચઈને અનુકૂળ હાલની લાઈન સ્ટ્રકચર્સ પર પણ વાટાઘાટો કરવામાં આવી હતી.