ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પહેલાં સપ્તાહમાં આવવાની શક્યતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026  |   2178

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવવાની શક્યતા જાેવાઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦૦૧૨ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ અને માર્કશીટને લઈને કેટલાક મહત્વપૂર્ણ અને ટેકનોલોજી આધારિત ફેરફારો કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વર્ષે ગુજરાત બોર્ડની માર્કશીટમાં એક ફેરફાર જાેવા મળશે. હવે કોઈ પણ વિદ્યાર્થીઓની માર્કશીટ ઉપર ઊઇ કોડ લગાવવામાં આવશે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય ડુપ્લીકેટ માર્કશીટના દૂષણને રોકવાનો અને વેરિફિકેશનની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. વિદ્યાર્થીઓ કે સંસ્થાઓ દુનિયાના કોઈપણ ખૂણેથી માત્ર ઊઇ કોડ સ્કેન કરીને માર્કશીટની વિગતો તપાસી શકશે.કયુઆર કોડ સ્કેન કરતા જ ગુજરાત બોર્ડનું સત્તાવાર ડિજિટલ પેજ ખુલશે, જ્યાંથી વિદ્યાર્થી પોતાની માર્કશીટ જાેઈ શકશે અને ડાઉનલોડ પણ કરી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા પેપર ચેકિંગની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. બોર્ડનું લક્ષ્યાંક છે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ જાહેર કરી દેવામાં આવે. વહેલા પરિણામને કારણે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ અને એડમિશન પ્રક્રિયા માટે પૂરતો સમય મળી રહેશે. જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે, તેમના માટે આ કયુઆર કોડ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અગાઉ માર્કશીટના વેરિફિકેશન માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, પરંતુ હવે વિદેશી યુનિવર્સિટીઓ તરત જ ઓનલાઈન વેરિફિકેશન કરી શકશે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution