મુંબઈ-

ભારતીય શેર બજારમાં પ્રારંભિક કારોબારમાં નરમાશ દેખાઈ રહી છે. આ અગાઉ સપ્તાહના સતત ૪ દિવસ બજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી.આજે બંને મુખ ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફટી ૦૫ ટકા આસપાસ ઘટાડો સૂચવી રહ્યા છે.

બજાર સૂચકઆંક ઘટાડો

સેન્સેક્સ 49,491.68 −274.26 (0.55%)

નિફટી 14,827.45 −67.45 (0.45%)

ગઈકાલે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ઉતાર – ચઢાવના અંતે ગ્રીનઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ 32 અંક વધીને 49,766 પોઇન્ટ બંધ થયા હતા જ્યારે નિફ્ટી 30.35 પોઇન્ટના ઉછાળા સાથે 14,895 પોઇન્ટની સપાટીએ કારોબાર સમાપ્ત થયો હતો. યુએસ ફેડ રિઝર્વના વ્યાજ દરને નીચા સ્તરે રાખવાના નિર્ણયને સ્થાનિક બજારને ટેકો આપ્યો હતો.

આજના કારોબારી સત્ર દરમ્યાન ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,229 જ્યારે નિફ્ટીએ 14,730 સુધી ગોથા લગાવ્યા હતા. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 0.91 ટકા અને નિફ્ટીમાં 0.75 ટકાથી ઘટાડા સુધી નબળાઈ જોવા મળી હતી. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.61 ટકાની નબળાઈ દેખાય રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.45 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.54 ટકાના ઘટીને કારોબાર થઈ રહ્યો છે. આજના શરૂઆતી ટ્રેડિંગમાં આ મુજબ ઉતાર – ચઢવ નજરે પડ્યો હતો.