હરાજીના નાણાં ન ભરતાં ઝાલોદમાં દુકાન સીલ કરાઇ

ઝાલોદ, ઝાલોદ નગરપાલિકા ના ચીફ ઓફિસરે આજરોજ હરાજી ના નાણાં ન ભરાવાને કારણે ઝાલોદ સબ્જી માર્કેટ શોપિંગ સેન્ટરમાં આવેલ એક દુકાન નો પરત કબજાે મેળવી તે દુકાનોને સીલ કરી દેતા નગરમાં ચકચાર મચી જવા પામી છે. ઝાલોદ પાલિકાના સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ઝાલોદ નગરના સબ્જી માર્કેટ શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનોની ભૂતકાળમાં હરાજી થઈ હતી તે પૈકી ની દુકાન નંબર ૨ ખરીદ નાર વ્યક્તિએ આજ દિન સુધી હરાજી નાણા પાલિકામાં ભરેલ ન હોવાનું ધ્યાને આવતા ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ના આદેશથી તેઓની ઉપસ્થિતિમાં પાલિકાની ટીમે હરાજીના નાણાં ભરાયેલ ના હોવા ના કારણે દુકાન નંબર ૨ નો પાલિકાએ પરત કબજાે મેળવી તે દુકાન ને સીલ મારી સદરહુ દુકાનના માલિક ઝાલોદ નગરપાલિકા હોય સદરહુ દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ ફોજદારી ગુના ને પાત્ર છે તેવા મતલબના લખાણ વાળી નોટિસ દુકાન ના દરવાજે ચોંટાડી દેવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution