ઉત્તરપ્રદેશના ઝાંસીથી લગભગ 40 કિલો મીટર દૂર ચિરગામ રાષ્ટ્રકવિ મૈથલીશરણ ગુપ્તનું જન્મ સ્થાન છે. આજકાલ ચિરગામની નવી ઓળખ અહીંના શ્રીરામ જાનકી મંદિરથી પણ થઇ રહી છે. આ ઓળખનું કારણ પણ અનોખું છે. કિલા પરિસરના પ્રાચીન મંદિરમાં પ્રવેશ કરતાં જ બાળકોના સેંકડો પારણાં (ઘોડિયા) લટકાવેલાં જોવા મળે છે. આ ઘોડિયાના લટકાયેલાં હોવાનું કારણ અહીંનું હનુમાન મંદિર છે.
અહીં પૂજારી હરિમોહન પારાશરના કહેવા પ્રમાણે, મંદિરની માન્યતા છે કે, અહીં જે પણ દંપતી સંતાનની મનોકામના લઇને આવે છે, તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. સંતાન થયા બાદ દંપતી મંદિરમાં ઘોડિયું ચઢાવે છે. લગભગ 40 વર્ષથી શ્રીરામ જાનકી મંદિરમાં ઘોડિયુ ચઢાવવાની પરંપરા ચાલી રહી છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો અહીં આવ્યાં અને તેમને સંતાન પ્રાપ્તિ થઇ છે.
મંદિરમાં અત્યાર સુધી હજારો ઘોડિયા શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવ્યાં છે. હવે મંદિરમાં ઘોડિયા રાખવાની જગ્યા રહી નથી એટલે અગાસીમાં ઘોડિયા રાખવામાં આવ્યાં છે. મંદિરમાં ગ્વાલિયર, કાનપુર, ઝાંસી અને આસપાસના 100 કિલોમીટર ક્ષેત્રથી લોકો આવે છે.
Loading ...