ન્યુ દિલ્હી,તા.૧૮ 

ભારત અને ચીનની વચ્ચે લદ્દાખમાં છેલ્લાં કેટલાંય દિવસથી તણાવની Âસ્થતિ બનેલી હતી. પરંતુ ૧૫-૧૬ જૂનની રાત્રે આ તણાવ હિંસક ઘર્ષણમાં બદલાઇ ગયું. તેમાં દેશના ૨૦ જવાન શહીદ થઇ ગયા. જવાનોને ગુમાવાનો ગુસ્સો દરેક લોકોના મનમાં છે આ બધાની વચ્ચે એ હથિયારની તસવીર સામે આવી છે જેનાથી ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને નિશાન બનાવ્યા હતા.

ગલવાન ઘાટીમાં થયેલી ઝડપમાં ગોળીઓ તો નહોતી ચાલી એવામાં ચીની સૈનિકોએ નકુચાવાળા ખિલ્લાઓના મોટા-મોટા સળિયાથી ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હથિયારોની તસવીર સ્પષ્ટ દેખાડે છે કે આ કોઇ અચાનક જ થયેલું ઘર્ષણ નથી. પરંતુ ચીને દગો આપી ભારતીય જવાનોને નિશાન બનાવ્યા. આ નકુચાવાળા હથિયારોના લીધે કેટલાંય ભારતીય જવાનોના મૃતદેહ ક્ષત-વિક્ષત થયેલા મળ્યા છે.

માત્ર વીતેલા દિવસોની ઝડપમાં જ નહીં પરંતુ મે ની શરૂઆતના મહિનામાં થયેલી ઝડપમાં પણ આવું જ બન્યું હતું ત્યારે પણ ચીની સૈનિકોએ આનો જ ઉપયોગ કર્યો હતો. ૬ જૂનના રોજ ભારત અને ચીનના સૈનિકોએ વાત કરીને એ નક્કી કર્યું હતું કે ૧૫મી જૂન બાદથી સૈનિકોને પાછા મોકલવાનું શરૂ થશે. પરંતુ ૧૫ જૂનની સાંજે જ્યારે બિહાર રેજિમેન્ટના કમાંડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુના નેતૃત્વમાં સૈનિકો પહોંચ્યા તો તેમણે ચીની સૈનિકોને પાછા બોલાવાનું કÌšં, પરંતુ ચીની સૈનિક પહેલેથી જ હુમલો કરવાની તૈયારીમાં હતું અને પછી પ્રહારો કર્યા. આર્મીના સૂત્રોનું માનીએ તો ચીનના કેટલાંય સૈનિક ઊંચા ક્ષેત્રમાં બેસી રહ્યા હતા આ જ કારણ રÌšં કે તેમનવે નીચલા ભાગમાં હાજર ભારતીય સૈનિકોને નિશાન બનાવ્યા. એટલું જ નહીં ચીની સૈનિક પહેલેથી જ કેટલાંક કવચ પહેરીને બેઠા હતા જેથી કરીને ભારતીય જવાન જા પલટવાર કરે તો તેમને ઓછું નુકસાન પહોંચે. જ્યાં ભારતના જવાન વાત કરવા ગયા હતા ત્યાં પણ આ ખિલ્લાવાળા હથિયારોને છુપાવીને રાખ્યા હતા.સ્પષ્ટ છે કે ચીન જે રીતે તેને એક રીતે ઘટના બતાવી રÌšં તે ખોટું દેખાય છે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ ચીની વિદેશ મંત્રીને સ્પષ્ટ કÌšં છે કે આ હુમલો ચીને પ્લાનિંગ સાથે કર્યો છે અને ચીન જ તેનું જવાબદાર છે.

અંતિમ વિદાય માટે શહીદોના પાર્થિવ દેહ વતનમાં પહોંચતાં સૌની આંખો ભીંજાઇ

સૂર્યાપેટ/પટના,તા.૧૮

પૂર્વ લદ્દાખમાં ગલવાન વેલી નજીક આવેલી ભારત-ચીન સરહદે લડતા લડતા શહીદ થયેલા ભારતના ૨૦ જવાનોના પાર્થીવ શરીર તેમના માદરે વતન પહોંચ્યા હતા અને તેમની અંતિમ વિદાય વખતે દેશભરમાં સૌની આંખો ભીની થઈ ગઈ છે. એલએસી પર શહીદ થયેલા કર્નલ મહેશ બાબુની તેમના વતન તેલંગાણાના સૂર્યાપેટમાં અંતિમ વિદાય યોજાઈ હતી. ૧૬ બિહાર રેજિમેન્ટના કમાÂન્ડંગ ઓફિસ સંતોષ બાબુની અંતિમ વિદાયમાં મોટાપાયે લોકો જાડાયા હતા અને તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે ભાવૂક શ્રદ્ધાંજલિ અપાઈ હતી. લશ્કરના જવાનો કર્નલ બાબુના પાર્થિવ દેહને લઈ જઈ રહ્યા હતા ત્યારે ‘જય જવાન જય કિસાન’ના સૂત્રો પણ લોકોએ પોકાર્યા હતા.પટિયાલાં નાયબ સુબેદાર શહીદ મનદીપ સિંહને અંતિમ વિદાય આપવા નોંધપાત્ર લોકો હાજર રહ્યા હતા. શહીદ જવાનના મિત્રોએ જણાવ્યું કે, મનદીપ બહાદુરીપૂર્વક લડતા શહીદ થયો છે. તેની આ વિદાયને અમે ભૂલી શકીશું નહીં પરંતુ અમને મનદીપ પર ગર્વ છે.તામિલનાડુના હવાલદાર કે પલાની પણ ચીનના સૈનિકો સામેના હિંસક ઘર્ષણમાં શહીદ થયા હતા અને તેમના પાર્થિવ શરીરને વતન કડાકલ્લુર ખાતે લાવવામાં આવ્યો હતો. શહીદ જવાનને બંદૂકની સલામી આપવામાં આવી હતી તેમજ તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ વખતે લશ્કરના ટોચના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, પોલીસ જવાનો અને જનપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ જવાનના પાર્થિવ શરીર પર લપેટેલો તિરંગો બાદમાં શહીદ જવાનના પરિવારના સભ્યોને સોંપ્યો હતો. શહીદ પલાનીના નાના પુત્રએ પિતાની અંતિમક્રિયા કરી હતી.બિહારમાં પણ શહીદ જવાન સુનિલના અંતિમ સંસ્કાર હાથ ધરાયા હતા. તેમની માતાએ જણાવ્યું કે, ચીન સામે બદલો લેવો જાઈએ. શહીદ જવાનની દીકરીએ જણાવ્યું કે, ચીનની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો જાઈએ અને સરકાર તેમના પિતાને ન્યાય અપાવે.

ચીને આપણા નિઃશસ્ત્ર સૈનિકોને કેવી રીતે માર્યા ?ઃ રાહુલ ગાંધીનો મોદીને સવાલ

ન્યુ દિલ્હી ઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગલવાન ઘાટની ઘટના અંગે ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્‌વટ કરીને કÌšં કે, સરકારે હથિયાર વગર જવાનોને શહીદ થવા માટે કેમ મોકલી દીધા. ચીનની હિંમત કેવી રીતે થઈ કે તે આપણા જવાનોને મારી શકે. રાહુલે બુધવારે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. રાહુલે પુછ્યું હતું કે, મોદી ચુપ શા માટે છે? આ ઘટનાને શા માટે છુપાવી રહ્યા છે? રાહુલે ગુરુવારે એક ટિ્‌વટ કર્યું 

આભાર - નિહારીકા રવિયા હતું જેમાં તેમણે સરકાર પણ નિશાન સાધ્યું હતું. કÌšં કે, આપણા હથિયાર વગરના સૈનિકોની હત્યા કરવાની ચીનની હિંમત કેવી રીતે થઈ. હથિયાર વગર આપણા સૈનિકોને શહીદ થવા માટે કોણે મોકલ્યા હતા.

ભારત ચીનની ઈચ્છાશÂક્તને ઓછી ના આંકે ઃ ચીને ફરી ખુલ્લી ધમકી આપી

બેઇજિંગ ઃ લદ્દાખની ગલવાન ખીણમાં ભારતના ૨૦ સૈનિકો ચીન સાથેના સંઘર્ષમાં શહીદ થયા બાદ ચીન હવે દાદાગીરી અને ધમકીની ભાષા પર ઉતરી આવ્યુ છે.ચીનની વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનયિંગે કÌš છે કે, લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ભારતના સૈનિકોએ બંને દેશો વચ્ચેની સંમતિનો ભંગ કરીને એલએસી ક્રોસ કરી હતી.જાણી જાઈને ચીની સૈનિકો અને અધિકારીઓને ઉશ્કેર્યા હતા અને તેમના પર હમલો કર્યો હતો. જેના કારણે ભીષણ સંઘર્ષ થયો હતો અને સૈનિકો માર્યા ગયા હતા. ભારત હાલની Âસ્થતિને લઈને ભ્રમ ના રાખે અને ચીનની દ્રઢ ઈચ્છા શÂક્તને ઓછી ના આંકે. 

રેલવેએ ચીની કંપની સાથેનો રૂપિયા ૪૧૭ કરોડનો કરાર રદ્દ કરી દીધો

ન્યુ દિલ્હી,તા.૧૮

ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ અને તણાવ વચ્ચે સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. આ વખતે નિર્ણય રેલવે મંત્રાલયે લીધો છે. રેલવે ઉપક્રમ ડેડિકેટેડ ફ્રેટ કારિડોર કોર્પોરેશન લિમિટેડે ચીની ફર્મ બીજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કામ્યૂનિકેશન કંપની લિમિટેડ સાથે ચાલી રહેલા કોન્ટ્રાક્ટને રદ્દ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, આ ચીની કંપનીને કાનપુરથી દીન દયાલ ઉપાધ્યાય રેલવે સેક્શન વચ્ચે ૪૧૭ કિલોમીટર સુધી સેક્શનમાં સિગ્નલિંગ અને ટેલીકામનું કામ આપવામાં આવ્યું હતું. આ કામ ૪૧૭ કરોડ રૂપિયાનું હતું. જૂન ૨૦૧૬માં આ કામ ચીની ફર્મને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ રેલવે મુજબ, કોન્ટ્રાક્ટ આપ્યાના ૪ વર્ષ બાદ પણ અત્યાર સુધીમાં માત્ર ૨૦ ટકા કામ ચીની કંપની કરી શકી છે. સૌથી પહેલા સંચાર મંત્રાલયે ચીની કંપનીઓ મળતા ટેન્ડર પણ રદ્દ કરવાના નિર્દેશ જાહેર કર્યા છે.

ટેલિકોમ ક્ષેત્રે ચાઈનીઝ સાધનોનો બહિષ્કાર કરવા સરકારનો આદેશ

ન્યુ દિલ્હી,તા.૧૮ 

ભારત-ચીન વચ્ચેના તણાવ વચ્ચે દેશમાં ચાઈનીઝ સામાનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ટેલિકોમ મંત્રાલયે નવા નિર્દેશ જાહેર કર્યા છે. ટેલિકોમ મંત્રાલયે મ્જીદ્ગઅને સ્્‌દ્ગન્ને ચીની સામાનનો ઓછો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યાં છે.મળતી માહિતી મુજબ મંત્રાલયે ૪ જી માટે ચીની ઉપકરણો પર રોક લગાવવાના આદેશ આપ્યાં છે. ચીનની કંપનીઓને રોકવા માટે નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત ટેલિકોમ મંત્રાલયે ખાનગી કંપનીઓને પણ આ આદેશને અનુસરવાનું કહેવામાં આવ્યું છે.ભારતની જેટલી પણ મોટી ઇન્ટરનેટ કંપનીઓ છે, તેમાં ચીનનું મોટું રોકાણ છે. આંકડાઓ અનુસાર ટેલિકોમ ઇÂક્વપમેન્ટનું માર્કેટ ૧૨ હજાર કરોડ છે, જેમાં ચીની પ્રોડક્ટનો હિસ્સો આશરે ૨૫ ટકા છે.ટેલિકોમ કંપનીઓ અનુસાર, જા તેઓ ચીનની તુલનામાં અમેરિકન અને યુરોપિયન ટેલિકોમ સાધનો ખરીદવાનું વિચારે છે, તો તેમની કિંમત ૧૦-૧૫% વધશે. પરંતુ હવે જ્યારે સરકારે ચેતવણી આપી છે, ત્યારે કંપનીઓએ તેને ગંભીરતાથી લેવી પડશે.