મુંબઈ-

અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે શેરબજાર રેકોર્ડબ્રેક ઊંચાઈએ બંધ થયો હતો. સેન્સેક્સ-નિફ્ટી બંને આજે નવા રેકોર્ડબ્રેક સ્તરે બંધ થયા છે. મિડકેપમાં પણ સતત ચોથા દિવસે રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળી હતી. નિફ્ટી 81 પોઈન્ટ વધીને 15,751 પર બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ 228 પોઈન્ટ વધીને 52,328 પર બંધ થયો હતો. આ ઉપરાંત મિડકેપ 330 પોઈન્ટ વધીને 26,881 પર બંધ થયો હતો. આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 22,650 ની ઉપર કારોબાર કરી રહ્યો છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.90ટકાની મજબૂતી દર્જ કરી ચુક્યો છે. બેન્ક નિફ્ટી 0.50 ટકાના વધારાની સાથે કારોબાર આગળ ધપાવી રહ્યો છે.

આગાઉ ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજાર(Stock Market)ના બંને મુખ્ય સૂચકઆંક લાલ નિશાનની બંધ થયા હતા. સેન્સેક્સ 132 પોઇન્ટ એટલે કે 0.25% ઘટીને 52,100 પર બંધ થયો હતો જયારે નિફ્ટી 20 અંક મુજબ 0.13% ની નબળાઈ સાથે 15,670 ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો હતો. વૈશ્વિક બજારોની વાત કરીએતો ભારતીય બજારો માટે ગ્લોબલ માર્કેટથી સંકેત સારા દેખાઈ રહ્યા છે. એશિયામાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. SGX NIFTY 0.30 ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. શુક્રવારના અમેરિકી બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયા હતા. શુક્રવારના S&P 500 રિકૉર્ડ સ્તર નજીક પહોંચ્યો છે.