‘ઘૂમર’ની સફળતાએ સૈયામી ખેરેને નવી ફિલ્મોની ઓફરમાં વધારો ન કર્યાે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2024  |   4059

સૈયામી ખેરે વર્ષ ૨૦૧૬માં ‘મિઝ્ર્યા’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જે રાકેશ ઓમ પ્રકાશ મહેરા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ ‘ચોક્ડ’, ‘અનપોઝ્‌ડ’, ‘ઘૂમર’ અને છેલ્લે ‘શર્માજી કી બેટી’માં તેના કામને વખાણવામાં તો આવ્યું, પરંતુ સૈયામી માને છે કે, એક્ટિંગ માટે વખાણના કારણે તેને ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવામાં ખાસ મદદ મળી નથી. ગયા અઠવાડિયે સૈયામીની સાક્ષી તન્વર અને દિવ્યા દત્તા સાથે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘શર્માજી કી બેટી’માં ફરી એક વખત તે એક ક્રિકેટરનો રોલ કરી રહી છે. આ ફિલ્મ સંદર્ભે આપેલાં એક ઇન્ટરવ્યૂમાં સૈય્યામીએ કહ્યું, મોટા ડાયરેક્ટર્સે તેના વખાણ તો કર્યા છે, પણ કોઈ ઓફર આપતું નથી. “મને ઘણા બધાં ફિલ્મમેકર્સ તરફથી એટલી બધી સરાહની અને પ્રેમ મળ્યા કે હું ભાવુક થઈ જતી.” તેથી સૈયામીને આશા હતી કે તેઓ કદાચ તેના વિશે વિચારશે. મારે તેમની ફિલ્મો માટેના વિઝનનો ભાગ બનવું છે. તે આર બાલ્કિ, નીરજ પાંડે, અનુરાગ કશ્યપ અને રાકેશ ઓમપ્રકાશ મહેરાની આભારી છે, તેમણે તેને તક આપી. “પરંતુ હું લાલચુ છું, અને કાશ મને વધારે રોલ મળ્યા હોત.” સૈયામી કહે છે કે તેણે મર્યાદિત વિકલ્પોમાંથી તેના રોલની પસંદગી કરવી પડે છે. તેને એવા રોલ કરવા છે, જેમાં તે પોતાની અભિનય ક્ષમતા વધુ સારી રીતે દર્શાવી શકે. “તેને વધુ વૈવિધ્ય અને વધારે પ્રકારના રોલ કરવા છે.” સૈયામી ખેરની ઈચ્છા મોટા બેનર અને એ-ગ્રેડ સ્ટાર્સ સાથે ફિલ્મ કરવાની છે. ફિલ્મી કરિયરમાં સૈયામીને સારા ડાયરેક્ટર્સ અને સારા રોલ મળ્યા છે, પણ બોલિવૂડની આગવી ઓળખ જેવી મસાલા ફિલ્મો તેને મળી નથી. હવે તે રાહુલ ધોળકિયાની ફિલ્મ ‘અગ્નિ’માં એક ફાયરફાઇટરના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આમ, આ ફિલ્મની કાસ્ટમાં વખણાયેલા એક્ટર્સ જરૂર છે, પરંતુ સૈયામીને જાેઈએ છે તેવી મોટા બજેટ કે ડાયરેક્ટરની ફિલ્મ હજુ હાથમાં આવી નથી. સૈયામીની આ ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી એક્ટિંગના દમ પર કરિયરને આગળ ધપાવવા મહેનત કરવી પડશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution