વડોદરા/રાજપીપળા,તા.૨૨

શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી ૨૦ વર્ષીય યુવતી મીરા સોલંકીના ચકચારી મર્ડર કેસમાં શંકાસ્પદ મનાતા અને માર્યા બાદ ફરાર થયેલ શખ્સની તિલકવાડા એલસીબીની ટીમે બાતમીના આધારે વાઘોડીયા રોડ નજીક પંચાલ પાર્ટી પ્લોટ પાસે રાઉઝડઅ પ કરવામાં આવ્યો હતો. તિલકવાડા એલસીબી દ્વારા પકડાયેલા શખ્સને વધુ પુછપરછ માટે તિલકવાડા લઈ જવામાં આવ્યો છે. તપાસ બાદ ઘટના પાછળનું રહસય પર પડદો ઉંચકાશે. તેમ પોલીસ સુત્રોએ જણાવ્યુ છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના દરબાર ચોકડી પાસે બળિયાદેવ મંદિર સામે આવેલ ખેતરમાં માતા પિતા સાથે રહેતાં મીરા નિલેશભાઈ સોલંકી બે દિવસ બાદ પરત ન ફરતાં પિતા નિલેશ સોલંકીએ માંજલપુર પોલીસ મથકે પુત્રી મીરા ગુમ થયાની અરજી આપી હતી. બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી. જેથી ઓળખ પરીવારે મીરા સોલંકીની હોવાની કરી હતી. જાેકે તિલકવાડા ખાતે સરકારી હોસ્પિટલમાં પીએમની સુવિધા યોગ્ય ન હોવાને કારણે મીરા સોલકીના મૃતદેહને સયાજ હોસ્પિટલમાં પેનલ પીએમ માટે લાવવામાં આવ્યો હતો. તિલકવાડા પોલીસની પ્રાથમિક તપાસમાં મીરા એ છેલ્લા જેથી સાથે હોવાનો મેસેજ કર્યો હતો. તે સંદિપ મકવાણા હોવાનો અને તે હત્યાના બનાવ બાદ ફરાર થઈ હતો. જાણવા મળતાં પોલીસ સંદિપ મકવાણાને દબોચી લલેવા માટેના ચક્રોગિતમા મર્યા હતા. હત્યા બનાવનાં પાંચમાં દિવસે તિલકવાડા એલસીબીની તપાસ રંગલાવી હતી. નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત સુબેએ જણાવ્યુ હતુ કે ટેકનિકલ સર્વેલન્સના આધારે સંદિપ મકવાણા વડોદરા શહેરમા

હોવાની જાણકારી મળતી હતી. એટલુ જ નહીં તે વાઘોડિયા રોડ પંચમ પાર્ટી પ્લોટ વિસ્તારમાં ફરી હોવાની નર્મદા અને તિકલવાડા પોલીસને મળતા પોલીસે શંકાના આધારે સંદિણ મકવાણાને રાઉન્ડ અપ કરી દબોચી લીધો હતો. ઝડપાયેલા સંદિપ મકવાણાને ગુનાની વધુ તપાસ તથા પુછપરછ માટે તિલકવાડા લઈ જવામાં આવ્યો હતો.