અફઘાનિસ્તાન-

લિબાને અફઘાનિસ્તાનની સત્તા સંભાળતી વખતે શાંતિની મોટી મોટી વાતો કરી હતી પરંતુ તે બધુ પોકળ સાબિત થઈ રહ્યું છે. તાલિબાનીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાન સૈનિકનું માથું વાઢીને જશ્ન મનાવતા જાેવા મળી રહ્યા છે. ૩૦ સેકન્ડના આ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે તાલિબાની એક સૈનિકનું માથું વાઢીને પોતાના હાથમાં લઈ પરેડ કરી રહ્યા છે. તાલિબાનના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે તેઓ હિંસક નથી અને તેમની સરકારમાં મહિલાઓના અધિકારનું સન્માન કરવામાં આવશે. વાયરલ વીડિયોમાં તાલિબાનીઓ મુજીહિદ્દીનની બૂમો પાડી રહ્યા હતા અને અફઘાન સૈનિકનું માથું વાઢીને પોતાના લઈ જશ્ન મનાવી રહ્યા હતા.

વીડિયોમાં પાંચ આતંકીઓ હથિયારો સાથે સ્પષ્ટપણે જાેવા મળી રહ્યા છે. જ્યારે એકના હાથમાં તો લોહીથી ખરડાયેલા બે ચાકૂ છે. મૃતક વ્યક્તિએ ડર્ક ગ્રીન યુનિફોર્મ પહેર્યો હતો. જેથી કરીને અંદાજાે લગાવી શકાય છે કે તે અફઘાનિસ્તાનનો સૈનિક હતો. હકીકતમાં અમેરિકી સેનાએ જ આ યુનિફોર્મ અફઘાન સેનાને આપ્યો હતો. વચ્ચે વચ્ચે તાલિબાનીઓ પોતાના સુપ્રીમ લીડર જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. અફઘાનિસ્તાન પર કબજા બાદથી તાલિબાનની ક્રુરતાના સમાચાર રોજે રોજ આવી રહ્યા છે. આ અગાઉ તેમણે એક ગર્ભવતી મહિલાને તેના પરિવાર સામે જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઉપરાંત તાલિબાનીઓએ અફઘાન પોલીસ ચીફને પણ ર્નિદયતાથી મારી નાખ્યા હતા. અત્રે જણાવવાનું કે તાલિબાન અમેરિકી સેનાને મદદ કરનારા અફઘાનીઓને વીણી વીણીને સજા આપી રહ્યું છે.