સુરેન્દ્રનગર, હાઇવે પર વાહનચાલકોનાં મતે અકસ્માત નોંધાવવાનું કારણ હાલમાં આ રોડ ઉપર બની રહેલા ફોરલેનની કામગીરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર રોજબરોજ ગમખ્વાર અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. તંત્ર દ્વારા ફોરલેનની કામગીરી એક તરફ ચાલુ છે. તો બીજી તરફ માટીકામ બાદ કોઈ સાઈન બોર્ડ કે કંઈ મૂકવામાં આવતું નથી. જેના કારણે વાહનો રોડની સાઈડમાં પલ્ટી ખાઇ જતા હોય છે. ત્યારે આજ રોજ પણ આવી જ એક અકસ્માતની ઘટના બની હતી. એક ટ્રક ચાલકે કોઈ કારણોસર અચાનક સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં આવેલી ખાઈમાં ખાબક્યો હતો. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ટ્રકને મોટાપાયે નુકસાન થયું હતુ. આ અકસ્માતની ઘટનાબાદ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જ્યારે લખતર પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.