26, નવેમ્બર 2020
દિલ્હી-
જમ્મૂ કાશ્મીરમાં ગુપકાર ગઠબંધનને લઇને રાજકીય હલચલ તેજ છે. પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીની પાર્ટી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીને જમ્મૂ સંભાગમાં મોટો આંચકો લાગ્યો છે. પીડીપીના ત્રણ મોટા નેતાઓએ રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપનાર પીડીપી નેતા ધમન ભસીન, ફલૈલ સિંહ અને પ્રીતમ કોટવાલ સામેલ છે. ભસીન અને ફલૈલ સિંહ પાર્ટીના સંસ્થાપક સભ્ય હતા અને મુફ્તી મોહમંદ સઇદની નજીક હતા.
ત્રણેયએ પાર્ટીમાંથી રાજીનામું આપતાં પત્ર પણ લખ્યો. તેમાં કહેવામાં આવ્યું કે સાંપ્રદાયિક તત્વોએ પાર્ટીને હાઇજેક કરી લીધી છે. એવામાં અમારી પાસે પાર્ટીને છોડવા સિવાય બીજાે કોઇ વિકલ્પ બચતો નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે અમારા રાજકીય ભવિષ્યને દાવ પર લગાવતાં પીડીપીની સ્થાપનાના પહેલાં દિવસે ભ્રષ્ટ અને વંશવાદી નેશનલ કોંફ્રેંસનું અલ્ટરનેટિવનો સેક્યુલર વિકલ્પ આપવાના ઉદ્દેશ્યથી પાર્ટી જાેઇન કરી હતી.
દિવંગત મુફ્તી મોહંમદ સઇદ નું પણ વિઝન આ જ હતું. પરંતુ તેમના એજન્ડાને ત્યાગી દેવામાં આવ્યો અને પીડીપી નેશનલ કોંફ્રેંસની બી ટીમ બની ગઇ છે.