વોશિંગ્ટન-

અમેરિકાએ અવાજની સરખામણીમાં ૧૭ ગણી વધુ સ્પીડ ધરાવતી હાયપરસોનિક મિસાઈલ તૈયાર કરી છે. અમેરિકાની સેનાના એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ- આ હાયપરસોનિક મિસાઈલનો ટેસ્ટ માર્ચમાં પ્રશાંત મહાસાગરમાં કરવામાં આવ્યો હતો. જે સંપૂર્ણ રીતે સફળ રહ્યો હતો. સીએનના એક રિપોર્ટમાં આ ટેસ્ટની માહિતી આપવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનામાં આ પ્રકારની મિસાઈલ તૈયાર કરવા તરફ ઈશારો કર્યો હતો. જાેકે એવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ સૈન્ય અધિકારીના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો હોય.

અમેરિકા હવે એક ક્રુઝ મિસાઈલનું ટેસ્ટિંગ કરવા જઈ રહ્યું છે. જાેકે તે અટમી તાકાત સાથે લેન્સ હશે નહિ. ૨૦ માર્ચના રોજ અમેરિકાએ અવાજની ઝડપથી ૫ ગણી ઝડપી મિસાઈલના સફળ ટેસ્ટિંગની માહિતી આપી હતી.

અમેરિકાના ડિફેન્સ રિસર્ચ એન્ડ એન્જિનિયરિંગના ડાયરેક્ટર માર્ક લેવિસે ૩૦ જૂને કહ્યું હતું કે આપણે ચાર વર્ષમાં હાયપરસોનિક મિસાઈલની ૪૦ ફ્લાઈટનું ટેસ્ટિંગ કરીશું. અમેરિકા પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં લાંબા અંતરની મિસાઈલ એક્સ-૫૧નો ટેસ્ટ પહેલા જ કરી ચૂકયું છે. આવા હથિયારોના મામલામાં રશિયા અને ચીન આગળ છે. તેને જાેતા ટ્રમ્પ પ્રશાસન પણ હાઈપરસોનિક મિસાઈલ તૈયાર કરવા પર ધ્યાન આપી રહ્યું છે. અમેરિકાના રક્ષા વૈજ્ઞાનિકે કહ્યું- ચીને અમેરિકાના સૂત્રોનો ઉપયોગ કરીને આ ટેકનોલોજી પ્રાપ્ત કરી છે.