બોત્સાવાના-

આફ્રિકન દેશ બોત્સાવાનાને કિસ્મતે ફરી એકવખત સાથ આપ્યો છે. બોત્સાવાનામાં સફેદ રંગનો એક વિશાળ હીરો મળ્યો છે. તેને દુનિયાનો બીજાે સૌથી મોટો હીરો કહેવાય છે. આ હીરો ખૂબ જ મોટો અને આકર્ષક છે. કહેવાય છે કે આ હીરાનું વજન ૧,૧૭૪.૭૬ કેરેટ છે. આ હીરાને હીરા કંપની લૂકારાએ શોધ્યો હતો અને ૭ જુલાઇના રોજ તેણે રાષ્ટ્રપતિને સોંપ્યો. આટલો વિશાળ હીરો મળતાં બોત્સવાનાના રાષ્ટ્રપતિ મોકગવેત્સી ખૂબ જ ખુશ થઇ ગયા અને તેમણે સતત દેશમાં હીરા મળવાનું સ્વાગત કર્યું. કેનેડાની લુકારા હીરા કંપનીએ આ ૧૧૭૪.૭૬ કેરેટના હીરાને કરોવે હીરાની ખાણમાંથી શોધ્યો છે. આ હીરો ૭૭ટ૫૫ટ૩૩ એમએમનો છે. આ અદ્ભુત હીરો જાેવામાં બિલકુલ દુધિયા રંગનો છે અને ઉચ્ચ ગુણવત્તાવાળો છે. કહેવાય છે કે આ દુનિયાનો બીજાે સૌથી મોટો હીરો છે.

આ દુધિયા હીરાએ કરોવેમાં રેકોર્ડ કાયમ કર્યો છે. કહેવાય છે કે સફેદ રંગના આ હીરાની દુનિયાભરમાં ખૂબ જ માંગ છે. કરોવેમાં અત્યાર સુધીમાં ૧૭ એવા હીરા મળી ચૂકયા છે જે ૧૦૦ કેરેટના છે. તેમાંથી પાંચ તો ૩૦૦ કેરેટના છે. આની પહેલાં બોત્સવાનામાં દુનિયાનો ત્રીજાે સૌથી મોટો હીરો ખોદકામમાં હાથ લાગ્યો હતો. આ હીરાની શોધ કરનાર કંપની દેબસ્વાનાએ કહ્યું કે આ અદ્બુત હીરો ૧૦૯૮ કેરેટનો છે. આની પહેલાં ૧૯૦૫માં દક્ષિણ આફ્રિકામાં દુનિયાનો સૌથી મોટો હીરો મળ્યો હતો. આ અંદાજે ૩૧૦૬ કેરેટનો હતો. દુનિયાનો બીજાે સૌથી મોટો હીરો ટેનિસના બોલના આકારનો હતો અને તે વર્ષ ૨૦૧૫માં પૂર્વોત્તર બોત્સવાનામાંથી મળ્યો હતો. આ હીરો ૧૧૦૯ કેરેટનો હતો અને તેને લેસેડી લા રોના નામ આપ્યું હતું. જાે કે હવે આ હીરો ત્રીજા નંબર પર જતો રહ્યો છે.

કંપનીના એમડી નસીમ લાહરીએ કહ્યું કે આ અમારા અને બોત્સવાના માટે ઇતિહાસ બની રહ્યો છે. આ શોધની સાથે જ બોત્સવાના બહુમૂલ્ય પથ્થરોના મામલામાં દુનિયામાં લીડર બની ગયો છે. દુનિયાના ૧૦માંથી ૬ મોટા હીરા હવે બોત્સવાનામાંથી નીકળ્યા છે. કોરોના વાયરસ સંકટની વચ્ચે આ હીરો મળવાથી બોત્સવાનાની સરકારને મોટી રાહત મળી છે. હીરા કંપનીઓ જેટલા હીરા વેચે છે તેની ૮૦ ટકા રેવન્યુ સરકારની પાસે જાય છે. કોરોના વાયરસ સંકટમાં હીરાનું વેચાણ ઘણું ઘટી ગયું છે. તેનાથી દેશની આવક ઓછી થઇ ગઇ છે.