16, જુલાઈ 2020
792 |
વડોદરા, તા.૧૫
મોજશોખ માટે સ્પોટર્સ બાઇકની ચોરીના રવાડે ચઢેલા યુવકને ક્રાઇમબ્રાંચે ત્રણ ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકોડિયા ઇન્દીરાનગર વસાવા ફળિયામાં રહેતો ચિરાગ મનહરભાઇ નાયકે શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફરી માત્ર સ્પોટર્સ બાઇક ઉઠાવી હતી. જેમાં જવાહર નગર પોલીસ મથક વિસ્તારમાંથી એક અને ગોરવા પોલીસ મથક વિસ્તારમાંથી બે બાઇક ઉઠાવી હતી. જેમાં હીરો ડીલક્ષ હીરો હોન્ડા કંપનીની નંબર જી.જે.૬ એફ.બી ૧૬૨૬, બજાજ પલ્સર મોટરબાઇક અને બજાજ કંપનીની એવેન્જર મોટરસાઇકલનો સમાવેશ થાય છે. બાઇક ચોરીની ફરિયાદો વધતા ક્રાઇમ બ્રાંચે હાથ ધરેલી તપાસમાં અજબડી મીલ પાસે ચિરાગ ચોરીની મોટરસાઇકલ વેંચવા ફરિ રહ્યો હોવાની બાતમી મળતા તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરીની ત્રણ બાઇક મોબાઇલફોન મળી કુલ ૮૭ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.