વેક્સિનની આડ અસરથી ડરવાની જરૂર નથી, ગંભીર અસર થશે તો મળશે વળતર: ડો.હર્ષવર્ધન

દિલ્હી-

દેશમાં આજથી કોરોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી રહી છે. પહેલા સ્ટેજમાં માત્ર હેલ્થવર્કર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. આ તબક્કામાં રસીકરણ નિશુલ્ક ઉપલબ્ધ કરાવાયું છે અને હાલમાં કોરોનાની વેક્સિન 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને જ આપવામાં આવશે. આ માટે કો-વિણ સોફ્ટવેરમાંથી મોબાઈલમાં મેસેજ મોકલાશે. વેક્સિનના રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નથી. ઇલેક્શન કમિશન અને અન્ય ડેટાના આધારે સરકાર લાભાર્થીઓની પસંદગી કરશે. પહેલા બે તબક્કામાં આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. જોકે કોરોના વેક્સિનની ગંભીર અસર થનારને વળતર આપવામાં આવશે.

વેકિસન બાબતે લોકોમાં થોડી ગભરાહટ અને અનેક ભ્રમ જોવા મળે છે આથી સરકારનું આ બાબતે કહેવું હતું કે આ બંને વેક્સિનની કોઈ ગંભીર સાઈડઇફેક્ટ સામે આવી નથી. વેક્સિનથી થોડો તાવ, માથાનો દુ:ખાવો, શરીરમાં દુ:ખાવો જેવી નાની મોટી ફરિયાદ થઈ શકે છે. આર્યોગ્યમંત્રી હર્ષવર્ધનનું કહેવું હતું કે કોઈ પણ વેક્સિન લેવાથી સામાન્ય લક્ષણ જોવા મળે છે. આથી ગભરાવવાની જરૂર નથી. કંપ્ની દ્વારા જારી કરાયેલા ફેકટશીટ ચેટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે 10 ટકા લોકોમાં આવી સમસ્યા જોવા મળી શકે છે. જો કે દરેકને વેક્સિનનો ડોઝ લીધા બાદ અડધી કલાક સુધી વેક્સિનનેશન સેન્ટર ઉપર રહેવું પડશે. સાઈડ ઇફેક્ટને દૂર કરવા માટે ઓઅન સેન્ટર બનાવવામાં આવશે. સરકારના પ્રોટોકોલ અનુસાર ત્યાં સારવાર આપવામાં આવશે. કોરોના વેક્સિનની કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળે તો પણ 24 કલાક હેલ્પલાઈન ઉપર કોન્ટેક કરી શકાશે. 

કો-વેક્સિન બનાવનારી કંપ્ની ભારત બાયોટેકનું કહેવું છે કે વેક્સિન લેવાથી કોઈને ગંભીર અસર થશે તો તેને વળતર ચુકવવામાં આવશે. જો કે વેક્સિનથી તકલીફ થઈ હોવાની વાત સાબિત થવી જરૂરી છે. વિકસીનેશન સેન્ટર ઉપર ઉપલબ્ધ સહમતિપત્રમાં પણ વળતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેક્સિનની ગંભીર સાઈડ ઇફેક્ટ થવા પર સરકાર દ્વારા ઓથોરાઇઝ્ડ સેન્ટર અને હોસ્પિટલમાં સારવાર કરી શકાશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution