દિલ્હી-

મહારાષ્ટ્રમાં કોવિડ રસીનો અભાવ હોવાના અહેવાલો પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કોરોના રસી સ્ટોકની કોઈ અછત નથી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું હતું કે રાજ્યમાં કોવિડ રસીનો અભાવ છે અને ત્રણ દિવસનો જ સ્ટોક બાકી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ટીવી ચેનલ આજ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓને તેમની જરૂરિયાત મુજબ કોવિડ રસીનો ડોઝ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, "કેન્દ્ર કોઈપણ રાજ્યમાં રસીની અછત થવા દેશે નહીં." કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનનું નિવેદન મહારાષ્ટ્રમાં ત્રણ દિવસમાં કોરોના રસીના અભાવ અંગે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાનના નિવેદન પછી આવ્યું છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું હતું કે, "અમારી પાસે ૧૪ લાખ રસી ડોઝ છે જે ફક્ત એક દિવસ માટે જ થઇ શકે છે. તે પછી, રસીકરણમાં અડચણ આવી શકે છે. અમને દર અઠવાડિયે ૪૦ લાખ રસી ડોઝની જરૂર છે." ટોપે એમ પણ કહ્યું હતું કે તેમણે મંગળવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સાથેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ટોપના નિવેદનના જવાબમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે "કોઈ પણ રાજ્યને રસીની તંગીનો સામનો કરવો પડી રહ્યો નથી કે અમે તેનો સામનો કરવા દઇશુ નહીં. તમામ રાજ્યોને તેમની જરૂરિયાત મુજબ કોવિડ -૧૯ રસી આપવામાં આવે છે."