૫ાવીજેતપુર, તા.૨૧

પાવીજેતપુર તાલુકાના સુખી ડેમના સામા કિનારે આવેલા વસંતગઢ ની બાજુમાં આંબાખૂટ ગામે આજે સમી સાંજના સમયે બે રીછ ગામમાં ફળિયાની અંદર આવી જતા ગામ લોકો અને ફળિયાના લોકોની અંદર ગભરાટ ફેલાઈ ગયો હતો ભાગદોડ મચી ગઈ હતી અને લોકો આ રીંછને ભગાવવા માટે તાબડતોબ પ્રયત્નો હાથ ધર્યા હતા જાેકે જ્યાં સુધી આ સમાચાર બની રહ્યા છે ત્યાં સુધીની વાત કરીએ તો હજી સુધી એ જગ્યા ઉપર રિછ હાજર હોવાનું અને લોકો તેમને દેખી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગને પણ આની જાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હજી સુધી વન વિભાગ તરફથી કોઈ હિલચાલ જાેવા મળી નથી પરંતુ આંબાખૂટ ગામની અંદર રીંછ માનવ વસ્તી ની અંદર આવી ગયા છે ઉલ્લેખનીય છે કે સુખી ડેમના સામા કિનારે આવેલું આંબાખૂટ ગામ એ છૂટા છવાયા ઘરની વસ્તી ધરાવતું ગામ છે અને અહીંયા ઘરો એ અલગ અલગ એકબીજાથી થોડા થોડા અંતરે વસવાટ કરતા લોકો રહે છે અને તેની એક તરફ કોતર આવેલું છે અને એ કોતરની ઉપરની સાઇડે પહાડી આવેલી છે જે પથ્થરો અને નાની મોટી જાળીઓથી ઘેરાયેલી છે જ્યાં કાયમ રીછ ની અવર-જવર રહે છે અને ઘણી વખત આ વિસ્તારની અંદર રીંછ દ્વારા માણસો ઉપર હુમલા પણ ભૂતકાળમાં કરવામાં આવ્યા છે.

આજે સમી સાંજના સમયે હજી અંધારું થતા પહેલા આ રીત જાેડીમાં બે રીછ એક સાથે માનવ વસ્તીમાં દેખવા મળતા ત્યાંના સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી.