14, જુન 2025
3069 |
અમદાવાદની વિમાન દુર્ઘટનાના મૃતદેહોને રાખવા માટે વડોદરાના વેપારીને એર ઈન્ડિયાએ માત્ર ૨૪ કલાકમાં ૧૭૦ કોફિન બનાવવાનો ઓર્ડર આપ્યો છે. વેપારી નેલ્વિન રજવાડીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, એમને એક સાથે આટલા બધા કોફિન બનાવવાનો ઓર્ડર મળશે. દિવસ-રાત મહેનત કરીને એમની ટીમે એટલા કોફિન તૈયાર કરી દીધા છે કે, એમને મૂકવા માટે મેદાન પણ નાનું પડી રહ્યું છે. આંખમાં આંસુ સાથે વેપારી નેલ્વિન કહે છે કે, ફરીવાર જાે આટલા બધા કોફિન બનાવવાનો ઓર્ડર મળશે તો હું ધંધો જ છોડી દઈશ..! (વધુ અહેવાલ અંદરના પાને) તસવીર : કેયુર ભાટિયા