અંક્લેશ્વર, અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે ની બાજુમાં આવેલ રંગોલી સ્ક્રેપ માર્કેટ માંઆવેલ એક સ્ક્રેપ ના ગોડાઉન માં આગ લાગી હતી.આ આગ વધુ ફેલાતા અન્યત્રણ જેટલા ગોડાઉન પણ આગની લપેટમાં આવી ગયા હતા. ૬ ફાયરટેન્ડરોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર ના  અંસાર માર્કેટ ની બાજુ માં આવેલ રંગોલીસ્ક્રેપ માર્કેટ માં એક ભંગાર ના ગોડાઉન માં સંગ્રહ કરેલ પુઠ્ઠા ,પ્લાસ્ટિક ડ્રમ,પ્લાસ્ટિક બેગો સહિત ના ભંગાર ના જથ્થા માં આગ ફાટી નીકળી હતી. આગ વધુ ફેલાતા આસપાસ ના ત્રણ જેટલા ભંગાર ના ગોડાઉનો માં આગ ફેલાય જતાદોડધામ મચી જવા પામી હતી.આ ઘટના ની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશન માં કરવામાં આવતાફાયર ટેન્ડરો  સાથે લાશ્કરો દોડી આવ્યા હતા. જાેકે આગ વધુ વિકરાળ બનતાનગરપાલિકા અને પાનોલી ફાયર સ્ટેશન મળી ૬ જેટલા ફાયર ટેન્ડરો ની મદદથી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.આ ઘટના ના પગલેઅંકલેશ્વર ના ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત શહેર અને રૂરલ પોલીસ નોકાફલો દોડી આવ્યો હતો.