લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
2376
જાે તમે અવારનવાર નેશનલ હાઈવે દ્વારા મુસાફરી કરતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. જે તમારે જાણવા ખુબ જરૂરી છે. સરકારે એક મોટો ર્નિણય લીધો છે જે મુજબ ૧૦મી એપ્રિલથી હવે દેશભરના હાઈવે અને એક્સપ્રેસન ટોલ પ્લાઝાઓ પરથી કેશ પેમેન્ટ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. ફક્ત ડિજિટલ માધ્યમથી ટોલની ચૂકવણી થઈ શકશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન બાદ આ ર્નિણય લેવાયો છે. અત્રે જણાવવાનું કે અગાઉ પણ સરકાર તરફથી કેશમાં અપાતા ટોલ પેમેન્ટને ધીરે ધીરે બંધ કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો. હવે આ ફેરફાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. સરકારનો આ ર્નિણય પાછળનો હેતુ ટોલિંગ સિસ્ટમને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાનો છે. ટોલ સિસ્ટમ ડિજિટલ થવાથી ટોલ પ્લાઝાથી પસાર થવાનો સમય પણ ઘટશે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( તરફથી સ્પષ્ટ કરાયું છે કે હવે ટોલ પેમેન્ટ માત્ર FASTag ખ્ત અને UPI જેવા ડિજિટલ માધ્યમથી જ કરી શકાશે. દેશભરમાં કુલ ૧૧૫૦થી વધુ ટોલ પ્લાઝા છે જે તમામ પર આ નિયમ લાગૂ કરાશે. જેમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે બંને સામેલ છે. દ્ગૐછૈંના જણાવ્યાં મુજબ ડિજિટલ પેમેન્ટથી ટ્રાફિક સારો થઈ શકશે. જેમાં મુસાફરી કરવામાં સમય ઓછો જશે અને મુસાફરોને સારો અનુભવ પણ થઈ શકશે. નિયમ બદલાયા બાદ ટોલ પ્લાઝા પરથી કેશ કાઉન્ટ હટી જશે.