1 મેથી બદલાઈ જશે આ 5 નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર?
29, એપ્રીલ 2021 198   |  

દિલ્હી-

એપ્રિલ મહિનો પૂરો થવામાં માત્ર એક જ દિવસ બાકી છે. 1 મેથી ઘણા નવા નિયમો લાગુ થઈ જશે, તેથી મે આવતા પહેલા તમારે આ નિયમો વિશે જાણવું આવશ્યક છે. તેમાં બેંકિંગ, ગેસ સિલિન્ડર, કોવિડ રસીકરણથી સંબંધિત ઘણા નિયમો સામેલ છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડેશે, તો તમારે આ બધા નિયમો જાણવા જ જોઇએ.

Axis Bank કરવા જઈ રહી છે આ ફેરફાર

એક્સિસ બેંકે 1 મેથી બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા માટેના નિયમમાં ફેરફાર કર્યો છે. 1 મેથી ફ્રી લિમિટ બાદ એટીએમમાંથી રોકડ ઉપાડ પર વર્તમાન સમયની તુલનામાં ડબલ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય બેંકે અન્ય સેવાઓ માટેના ચાર્જમાં વધારો કરી દીધો છે. આપને જણાવી દઈએ કે, એક્સિસ બેંક 1 મે 2021થી મિનિમમ બેલેન્સની મર્યાદાને વધારી રહી છે. એક્સિસ બેંકની ઇઝી સેવિંગ્સ સ્કીમ્સ વાળા એકાઉન્ટ માટે મિનિમમ બેલેન્સની આવશ્યકતા 10,000 રૂપિયાથી વધારીને 15,000 કરવામાં આવી છે.

18 વર્ષથી ઉપરના લોકોનુ થશે રસીકરણ

કોરોના મહામારીના વધતા જતા કહેરની વચ્ચે 1 મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થશે. આ ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. ત્રીજા તબક્કાના રસીકરણ અભિયાનમાં સરકારે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે અને સરકાર ઘણા નવા નિયમો પણ લાવી છે. જણાવી દઇએ કે, આ વખતે સરકારે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજિયાત કરી દીધી છે.

ઇરડાએ પોલિસીની કવર રકમને કરી બમણી

જણાવી દઇએ કે, કોરોનાની બીજી લહેર વચ્ચે વીમા નિયામક ઇરડાએ આરોગ્ય સંજીવની પોલિસીની કવર રકમને બમણી કરવાનો નિર્દેશ આપ્યો છે. વીમા કંપનીઓએ 1 મે સુધીમાં 10 લાખ રૂપિયા સુધીની કવરની પોલિસી રજૂ કરવી પડશે. આ સિવાય ગયા વર્ષે 1 એપ્રિલથી શરૂ થયેલી આરોગ્ય સંજીવની સ્ટાન્ડર્ડ પોલિસીની મહત્તમ કવરેજ મર્યાદા ફક્ત 5 લાખ રૂપિયા સુધીની હતી.

ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર

સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. ગેસ સિલિન્ડરના નવા ભાવ પણ 1 મેના રોજ બહાર પાડવામાં આવશે. જણાવી દઇએ કે કિંમતોમાં વધારો કરવામાં આવે છે અથવા તો કપાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, 1 મેથી સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution