વોશિંંગ્ટન-

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઓવલ ઓફિસમાં પદ સંભાળ્યું હતું અને રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પછી તે એકશન મોડમાં આવી કેટલાક નિર્ણયો લીધા હતા. શપથ ગ્રહણ સમારોહના થોડા કલાકો બાદ ડોનાલ્ડ ટ્રમ્પના લીધેલા કેટલાક નિર્ણયો નવા રાષ્ટ્રપતિએ બદલી દીધા હતા. સૌથી પહેલા જો બાઈડન ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટેની આંતરરાષ્ટ્રીય પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં અમેરિકાની વાપસીની ઘોષણા કરી છે. એક અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ જો બાઈડેને બુધવારે પેરિસ સમજૂતીમાં યુ.એસ.ના જોડાવાના એક્ઝિક્યુટિવ હુકમ પર હસ્તાક્ષર કર્યા.

કોરોના મહામારીને કંટ્રોલ કરવા લીધેલા નિર્ણય, સામાન્ય લોકોને મોટા પ્રમાણમાં આર્થિક મદદ કરવાનો નિર્ણય, પેરિસ ક્લાઈમેટ ચેન્જ મુદ્દા પર અમેરિકાની વાપસી, નસ્લભેદને દૂર કરવાના નિર્ણય, બોર્ડર પર દિવાલ બનાવવાના નિર્ણય પર રોક, ફંડિંગ પણ રોકવામાં આવ્યું, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અલગ થવાના નિર્ણય પર રોક, જે મુસ્લિમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેને પરત લીધો, વિદ્યાર્થીઓની લોનના હપ્તા પરત આપવાનું સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવ્યું છે. જો બાઈડેને સત્તાપર આવતાની સાથે જ નવા નિર્ણયો અને જુના કાયદાઓમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે.