મકાઇના આ છે અઢળક ફાયદા, ઇમ્યૂનિટી વધારવામાં અસરકારક

સ્નેક્સમાં કોર્ન, જેને ભુટ્ટા કે મકાઇ કહેવાય છે તે સૌથી સારો વિકલ્પ છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. વિટા‌િમન્સ, મિનરલ્સ અને અન્ય પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર કોર્નનું સેવન કરવાથી તમે ઘણી બીમારીથી બચી શકો છો. આ ઉપરાંત તેનાથી તમારું વજન પણ ઘટે છે. જો તમે ઇચ્છો તો મકાઇને શેકી કે બાફીને પણ ખાઇ શકો છો. મકાઇમાંથી શરીરને અનેક પોષકતત્ત્વો મળે છે.

મકાઇમાં ઘણી કેલરી હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.  જો તમે વજન વધારવા ઇચ્છતા હો તો દિવસમાં ત્રણ વાર તેનું સેવન કરો. જો વજન ઘટાડવા ઇચ્છતા હો તો મકાઇને બ્રેકફાસ્ટમાં ખાઓ.   કેલ્શિયમ અને પોષકતત્ત્વોથી ભરપૂર મકાઇ હાડકાં મજબૂત બનાવે છે. જો તમે હાડકાં મજબૂત બનાવવા ઇચ્છતા હો તો કોર્નનું સેવન કરો.    મકાઇના દાણાનું સેવન આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, તેમાં રહેલ કેરોટોનોઇડ અને વિટા‌િમન-એ આંખોની દરેક સમસ્યા દૂર કરે છે.   

મકાઇમાં વિટા‌િમન-સી, કેરોટોનોઇડ અને ફાઇબર હોય છે. તે શરીરના કોલેસ્ટ્રોલને ઘટાડી રક્ત કોશિકાઓને સાફ કરે છે. આ સાથે હૃદયને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે. તે બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે.  મકાઇનું સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત બને છે. મકાઇના દાણામાં શરીરના ઇમ્યુન સેલ્સને મજબૂત બનાવવાની તાકાત રહેલી છે.   એ‌િન્ટઓ‌િક્સડન્ટ અને ફ્લેવેનોઇડના ગુણોથી ભરપૂર મકાઇ કેન્સર જેવી ગંભીર બીમારીના ખતરાને ઘટાડે છે, તેમાં રહેલ ફેરુલિક એસિડ બ્રેસ્ટ કેન્સર થતાં બચાવે છે.  

  મકાઇમાં એ‌િન્ટઓક્સિડન્ટ હોય છે, જે ત્વચાને નિખારે છે. આ સાથે તે સ્કિન પિગ્મેન્ટેશન જેવી સમસ્યાને પણ અનેકગણી ઘટાડે છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution