દુનિયાનું આ પ્રાણી આખા દિવસમાં ફક્ત અડધો કલાક જ ઊંઘે છે!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026  |   1980

જિરાફની ખાસિયત એ છે કે તેની પાતળી પણ લાંબી ગળા છે. આ ગળાની મદદથી જિરાફ ઊંચા ઝાડની ડાળીઓ પરથી પાંદડા તોડી ખાઈ શકે છે. પણ શું તમે જાણો છો કે આ જ લાંબી ગળા જિરાફને ઊંઘવામાં મુશ્કેલી કરે છે? એક જિરાફ ૨૪ કલાકમાં ફક્ત અડધો કલાક ઊંઘે છે, એ પણ ૫-૧૦ મિનિટની નાની-નાની ઝપકીઓમાં.

દુનિયાના સૌથી ઊંચા જમીન પર રહેતા પ્રાણી જિરાફની લાંબી ગરદન વિશે તો બધા જાણે છે. આ ગરદન જિરાફને ઝાડની ઊંચી ડાળીઓ પરથી પાંદડા ખાવામાં મદદ કરે છે. પણ શું તમે જાણો છો કે આ જ લાંબી ગરદન જિરાફને દુનિયાનું સૌથી ઓછું ઊંઘતું પ્રાણી બનાવે છે?

જંગલમાં એક પુખ્ત જિરાફ આખા ૨૪ કલાકમાં સરેરાશ ફક્ત ૩૦ મિનિટ અથવા એથી પણ ઓછી ઊંઘ લે છે. આ ઊંઘ પણ ઘણી નાની-નાની ઝપકીઓમાં વહેંચાયેલી હોય છે, જેમાંથી દરેક ઝપકી ૫ મિનિટથી વધુ ચાલતી નથી. જિરાફ એ શિકાર બનતું પ્રાણી છે. એટલે કે, જાે તે ઊંઘમાં ડૂબી જાય તો તેનો જીવ જાેખમમાં પડી શકે છે. આ કારણથી જ જિરાફ દુનિયાના સૌથી ઓછું ઊંઘતા પ્રાણીઓમાં આવે છે.

આફ્રિકાના સવાના વિસ્તારમાં સિંહ, ચિત્તા અને બીજા શિકારી પ્રાણીઓ હંમેશા તકમાં રહે છે. જાે જિરાફ લાંબા સમય સુધી ઊંઘે તો તેની પર હુમલો થવાનો ખતરો વધી જાય છે. એટલે જ કુદરતે તેને ઓછી ઊંઘ લેવાની આદત આપી છે. જિરાફ મોટાભાગે ઊભા રહીને આરામ કરે છે. ક્યારેક તે પોતાની ગરદનને વાળી પાછળની તરફ કમર પર માથું રાખીને ઊંઘે છે, જાણે પોતાનું માથું જ તકીયો બનાવી દીધું હોય. જ્યારે જિરાફ આખું શરીર જમીન પર ઢાળીને જાય છે ત્યારે તે પગને શરીર નીચે વાળી દે છે અને ગરદન સીધી રાખે છે. પણ જ્યારે તે ઇઈસ્ ઊંઘ (ઘેરી ઊંઘ)માં જાય છે ત્યારે માથું પીઠ પર રાખે છે. આ સ્થિતિમાં તે બહુ નબળું બની જાય છે, કારણ કે ઊભા થવામાં ૧-૨ મિનિટ કે એથી વધુ સમય લાગી શકે છે. આટલા સમયમાં કોઈ પણ શિકારી તેને સરળતાથી પકડી શકે છે. એટલે જ જંગલમાં જિરાફ બહુ ઓછું આખું શરીર ઢાળીને ઊંઘે છે.

જિરાફની ઊંઘ મુખ્યત્વે નાની ઝપકીઓમાં થાય છે. તે આંખો અડધી બંધ રાખીને, કાન હલાવીને ઊભા રહીને પણ આરામ કરી શકે છે. વૈજ્ઞાનિક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જંગલમાં જિરાફની કુલ ઊંઘ ૨૦-૩૦ મિનિટ સુધી સીમિત રહે છે. જ્યારે ચિડિયાઘરમાં, જ્યાં કોઈ ખતરો નથી, ત્યાં જિરાફ વધુ ઊંઘી શકે છે – ક્યારેક ૪-૬ કલાક સુધી પણ. ત્યાં તે સુરક્ષિત અનુભવતા, આખું શરીર ઢાળીને ઘેરી ઊંઘ લઈ શકે છે.

શિકારીઓનો ખતરો: હંમેશા સતર્ક રહેવું પડે છે.લાંબી ગરદન અને ભારે શરીરને કારણે, આખું શરીર ઢાળીને ઊભા થવું મુશ્કેલ અને સમય માંગી લે તેવું છે.પાચનતંત્ર: જિરાફ આખો દિવસ ચર્યા કરે છે પાંદડા પચાવવા ઘણો સમય લાગે છે, એટલે ઊંઘવાનો સમય ઓછો મળે છે.લાંબી ગરદનમાં હૃદયથી મગજ સુધી લોહી પહોંચાડવા મજબૂત હૃદય જાેઈએ. આખું શરીર ઢાળી દેવાથી બ્લડપ્રેશર પર અસર પડી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution