દિલ્હી- 

આ રવિવારે 15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારી ચાલી રહી છે. તો બીજી તરફ વિદેશમાં રહેતા ભારતીયો પણ સ્વતંત્રતા દિવસને લઈને ઉત્સુક છે. તો અમેરિકામાં પણ હવે ભારતના સ્વતંત્ર દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવશે. અમેરિકામાં 9-11ના હુમલાવાળી જગ્યા બનાવવામાં આવેલી સૌથી ઉંચી ઈમારત 'વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર' અને ન્યૂ યોર્કની 2 અન્ય મશહુર ઈમારતો 15મી ઓગસ્ટે ભારતના 75મા સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગાના રંગમાં જગમગશે. સાઉથ એશિયન એન્ગેજમેન્ટ ફાઉન્ડેશને  કહ્યું હતું કે, વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 408 ફૂટ ઉંચા અને 758 ટન વજનની શિખરને અને તેના પ્રાંગણને 15 ઓગસ્ટના દિવસે કેસરિયા, સફેદ અને લીલા રંગમાં જગમગાવવા માટે ડર્સ્ટ ઓર્ગેનાઈઝેશનની સાથે કામ કરી રહ્યું છે. પરંપરાગત રીતે ન્યૂ યોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને દર વર્ષે ભારતના સ્વતંત્ર દિવસ પર ત્રણ રંગોથી રોશન કરવામાં આવે છે. ડર્સ્ટ ઓર્ગેનાઈઝેશનના માર્ક ડોમિનોએ એક વક્તવ્યમાં કહ્યું હતું કે, ભારતના 75મા સ્વતંત્ર દિવસના પ્રસંગે સમારોહ માટે SEFની સાથે ભાગીદારી કરીને કંપનીને ગર્વ થાય છે. SEFના ટ્રસ્ટી રાહુલ વાલિયાએ આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો અને કહ્યું હતું કે, આ અમેરિકા અને ભારત વચ્ચે પ્રેમની અભિવ્યક્તિ છે.