જૂઓ, આ દિવસથી હોળાષ્ટક શરૂ થઈ જતાં શુભ કાર્યો નહીં થઈ શકે

અમદાવાદ-

દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે હોળીકા દહન કરવામાં આવે છે. આ વર્ષે આ પર્વ રવિવાર, ૨૮ માર્ચે ઉજવવામાં આવશે. તેના આગલા દિવસે ૨૯ માર્ચે હોળી રમવામાં આવશે. હોળીના ૮ દિવસ પહેલાં ૨૧ માર્ચથી હોળાષ્ટક શરૂ થશે. ૨૯ માર્ચે હોળાષ્ટક રહેશે. માન્યતા છે કે આ દિસે માંગલિક કાર્યો ન કરવા જાેઈએ.

આ વર્ષે દહનના સમયે ભદ્રા નહિ રહે. ૨૮ માર્ચે ભદ્રા બપોરે આશરે ૧ઃ૩૫ સુધી જ રહેશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ પણ રહેશે. રવિવારે સાંજે ૬ વાગ્યા સુધી ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર અને ત્યારબાદ હસ્ત નક્ષત્ર રહેશે. રવિવારે આ નક્ષત્ર હોવાથી મિત્ર અને માનસ નામના શુભ યોગ પણ બની રહ્યા છે.

હોળાષ્ટકમાં લગ્ન, સગાઈ, નવા ઘરમાં પ્રવેશ, અન્ય માંગલિક કાર્ય, કોઈ મોટી ખરીદદારી અને અન્ય શુભ સંસ્કાર ન કરવા જાેઈએ. આ દિવસોમાં પૂજા પાઠ કરો. પોતાના ઈષ્ટદેવના મંત્રોનો જાપ કરો. કોઈ મંદિરમાં દાન પુણ્ય કરો.

અસુરોના રાજા હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. આ વાતથી હિરણ્યકશ્યપ ઘણો ક્રોધિત હતો અને પોતાના જ દીકરાને મારવા માટે ઘણી વાર પ્રયાસ કર્યો. અસુરરાજની બહેન હોળીકાને વરદાન મળ્યું હતું કે તેને અગ્નિ કોઈ નુક્સાન પહોંચાડી શકતી નથી. તેને કારણે તે પ્રહલાદને લઈ પ્રગટતી અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોળીકા બળી ગઈ. આ પહેલાંના ૮ દિવસ સુધી અસુરરાજે પ્રહલાદને મારવા માટે ઘણી યાતનાઓ આપી હતી. આ ૮ દિવસો સુધી હોળાષ્ટક મનાવવામાં આવે છે. પ્રહલાદને આ ૮ દિવસોમાં યાતનાઓ આપવામાં આવી હતી તેથી તેને અશુભ મનાય છે.

હોળીકા દહનના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. આ દરમિયાન તમામ તીર્થનું ધ્યાન કરવું. સ્નાન કર્યા બાદ કોઈ મંદિરમાં પૂજા પાઠ કરો. શિવલિંગ પર જળ ચઢાવો. હનુમાનજીની સામે દીપ પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો. શ્રી કૃષ્ણના મંત્ર કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. આ મંત્રનો જાપ ૧૦૮ વખત કરો. કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને વસ્ત્ર, અનાજ અને ધનનું દાન કરો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution