24, જુલાઈ 2021
594 |
સિડની-
ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ જન જીવન થાળે પડી રહ્યુ છે ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાંબા સમયથી લાગુ થયેલા લોકડાઉન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.આજે મોટી સંખ્યામાં લોકો લોકડાઉનનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા તહા.વિક્ટોરિયા પાર્ક તેમજ બ્રોડ વે પર મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને નારા લગાવીને લોકડાઉનનો વિરોધ કર્યો હતો.દેખાવકારોએ બેનરો અને પોસ્ટરો સાથે નારાજગી દર્શાવીને પગપાળા રેલી પણ કાઢી હતી. લોકોએ લોકડાઉન ખતમ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે. આ વિરોધ પ્રદર્શનની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.એક યુઝરે લખ્યુ હતુ કે, સિડનીમાં લોકડાઉનના વિરોધમાં થઈ રહેલા દેખાવોમાં લોકો માસ્ક વગર જાેડાયા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન પણ કરી રહ્યા નથી.