દિલ્હી-

સ્વતંત્રતા દિવસના અવસર પર દેશને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી પર લોકોને મોટી રાહત આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રણ રસીઓ નું કામ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો ગ્રીન સિગ્નલ મળતાં જ પોતાનું ઉત્પાદન શરૂ કરશે. હવે, લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભારતમાં કઈ કંપનીઓ રસી પર કામ કરી રહી છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર)ના ડીજી શેખર મંડેએ આ જવાબ આપ્યો હતો. 

સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેક કોરોના રસી પર કામ કરી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. શેખર મંડેએ કહ્યું, "મહત્વની વાત એ છે કે ભારતીય વૈજ્ઞાનિકો કોરોના સામેની લડાઈમાં પાછળ નથી. મારી માહિતી અનુસાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ઝાયડસ કેડિલા અને ઇન્ડિયા બાયોટેક કોરોના રસી પર કામ કરી રહ્યા છે. આગામી કેટલાક મહિનાઓ મહત્વપૂર્ણ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.